સુંદર રીતે શણગારેલ અશ્વો, કલાત્મક બગી, રોશનીથી ઝગમગતી હાંડીઓ જોવાં નગરજનો ઉમટ્યાં

ચોટીલા ના રાજવી સ્વ.શ્રી ગોદડબાપુ પીઠુબાપુ ખાચર ના પૌત્ર બલવીરભાઇ શાંતુભાઇ ખાચર ના લગ્ન પ્રસંગે તેમનુ ફુલેકુ અસલી કાઠીયાવાડી પ્રાચિન સંસ્કૃતિ અને ચોટીલા ની પંચાળ ભૂમિ ના ભવ્ય સોનેરી ઇતિહાસ ની યાદ તાજી કરાવતુ હોય તે રીતે નીકળતા ચોટીલા ના નગરજનો આ રજવાડી ઢબથી નીકળેલું ભવ્ય ફુલેકું જોવાં ઉમટ્યાં હતાં.

આ ફુલેકા માં વરરાજા બલવીર ભાઇ ખાચરે કાઠી દરબારો ની પારંપારિક રજવાડી અને સુંદર કલગી ધરાવતા સાફા સહિત કાઠી દરબારો ની વર્ષો જુની પરંપરા મુજબ નો પોષાક , કલાત્મક મ્યાન ધરાવતી તલવાર સાથે સુંદર રીતે શણગારેલા બે અશ્વો જોડેલ બગી માં બીરાજમાન થયાં હતાં.

IMG 20190310 WA0006

જ્યારે બલવીરભાઇ ખાચર ના આ ફુલેકા માં સમગ્ર કાઠીયાવાડ માં પ્રસિધ્ધ ચોટીલા ની પંચાળ ભૂમિ ના જાતવાન અને પાણીદાર અશ્વો ને ખાસ ઢબ થી વિવિધ અલંકારો અને અનેક વસ્તુઓ વડે સજાવવા માં આવ્યાં હતાં.

દરબાર ગઢ થી નીકળેલ આ ફુલેકુ ચામુંડા માતાજી ડુંગર તળેટી માં આવેલ ચામુંડા માતા ના મઢ સુધી ગયું હતું અને ત્યાં વરરાજા બલવીરભાઇ ખાચરે તેમના કુળદેવી ચામુંડા માતા ના ચરણો માં શીશ ઝુકાવી માતા ના આશીર્વાદ લીધાં હતાં. શણગારેલ સાંઢીયા ગાડી , ચોટીલા ની બજારો માં રોશની ફેલાવી ઝગમગાટ કરતી કલાત્મક કાચ ની હાંડીઓ , બેન્ડ વાજા , ઢોલ , શરણાઇ અને જાતવાન અશ્વો ઉપર બીરાજેલા સાફા ધારણ કરેલા કાઠી યુવાનો , પ્રાચિન મોડેલ ની મોટરો જોવા ચોટીલા ના નગરજનો ઉમટ્યાં હતાં.

IMG 20190310 WA0011

કાઠી દરબારોના લગ્ન પ્રસંગમાં અશ્વોને કલાત્મક રીતે શણગારવામાં આવે છે: પાલિકા ઉપપ્રમુખ જયદીપભાઇ ખાચર

આ અંગે ચોટીલા નગર પાલિકા ના ઉપપ્રમુખ અને રાજવી પરિવાર ના જયદીપભાઇ જોરૂભાઇ ખાચરે અબતક ને જણાંવ્યું હતું કે કાઠી દરબારો ના લગ્ન પ્રસંગે ફુલેકા માં અશ્વોને કલાત્મક રીતે શણગાર કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.