દિપોત્સવ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટમાં રંગ બજારની રોનક ખીલી છે. રાજકોટના સદર વિસ્તાર, ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી સહિતની બજારોમાં રંગબેરંગી રંગો અને આકર્ષક દિવડાઓ ઝગમગી રહ્યા છે. ઘરની સાફસફાઈ અને સુશોભન સજાવટ સાથે અગિયારસથી ઘરઆંગણામાં રંગબેરંગી રંગોથી રંગોળીઓ સજાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
માર્કેટમાં અવનવા અને આકર્ષક રંગોનું આગમન થઈ ચૂકયું છે. દિવાળી પર્વ દરમિયાન શહેરમાં રંગોળી માટે દર વર્ષે 80 ટન રંગ વપરાવાનો અંદાજ છે. બજારમાં રૂપિયા 10 થી 20 રૂપિયા કિલોના છૂટક વેચાણ સાથે કલર મળે છે જેમાં જરીવાળા કલર પણ જુદા જુદા ભાવ હોય છે જેમાં રોમટિરિયલના વધેલા ભાવને લીધે રંગોના ભાવમાં પણ વધારો આવ્યો છે. દેશી રંગોની સાથે આ વખતે વિદેશી રંગોનો સમન્વય થયો છે.,
બજારમાં રૂ.10 થી 20 રૂપિયા કિલોના છૂટક વેચાણ સાથે કલર મળે છે: ઈંગ્લિશ કલરોમાં રેડિયમ, પીસ્તા, લવન્ડર, રેડિયમ સ્કાય, સ્પાર્કલ સહિત રંગોની બજારમાં ધૂમ વેચાણ
ખાસ કરીને ઈંગ્લિશ કલરોમાં રેડિયમ, પીસ્તા, લવન્ડર, રેડિયમ સ્કાય, સ્પાર્કલ સહિત રંગો નવા આવ્યા છે. આ વર્ષે દેશી અને વિદેશી રંગોના સમન્વયથી ફયુઝન રંગોળી વધુ જોવા મળશે.
દિવાળી પર્વ દરમિયાન શહેરમાં રંગોળી માટે દર વર્ષે 80 ટન રગં વપરાવાનો અંદાજ છે. ગૃહ સુશોભન અને કલ્પના સુસૌંદર્યની અદભૂત કળા એટલે રંગોળી. પ્રાચીનકાળથી ઘરે ઘરે ગૃહિણીઓ દ્વારા પાંચ દિવસ સુધી આકર્ષક રંગોળીની સજાવટ થાય છે. આ રંગોમાં મહત્વના એવા ચીરોડી રંગનું ઉત્પાદન હાલારમાં થાય છે અને દેશભરમાં જામનગરના આ રંગોની રોનક પથરાય છે. રંગોળીમાં પણ રો-મટિરિયલના વધેલા ભાવને લીધે 10 ટકાનો વધારો આવ્યો છે. દેશી રંગોની સાથે આ વખતે વિદેશી રંગોનો સમન્વય થયો છે. ખાસ કરીને ઈંગ્લિશ કલરોમાં રેડિયમ, પીસ્તા, લવન્ડર, રેડિયમ સ્કાય, સ્પાર્કલ સહિત રંગો નવા આવ્યા છે. આ વર્ષે દેશી અને વિદેશી રંગોના સમન્વયથી ફ્યુઝન રંગોળી વધુ જોવા મળશે.