આવતીકાલે રિલીઝ થનાર એપિસોડમાં ચમકશે

ઝી ટીવી પરથી પ્રસારિત થતા રિયાલીટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં સૌરાષ્ટ્રના ચલાલાનો વતની ચિરાગ વાળા ચમકશે અને તેમની કલા દેશભરના લોકો નિહાળશે. અમરેલી જિલ્લાના ચલાલાનો વતની આ યુવાન કેમિકલ એન્જિનીયર છે પણ ડાન્સને પેશન બનાવવા તે રાજકોટ સ્થાયી થયો છે.વ્યક્તિમાં ધગશ, કંઈક કરી છુટવાની પેશન હોય તો તે કોઈપણ મુકામ પર પહોંચી શકે છે. તેનું જીવંત ઉદાહરણ ચિરાગ વાળા નામનો યુવાન છે. કેમિકલ એન્જિનીયર થયેલા ચિરાગ માટે ડાન્સ એ પેશન છે. આ પેશનના કારણે જ તે ઝી ટીવીના સેટ સુધી પહોંચી ગયો હતો. ચિરાગ ‘અબતક’ સાથેની વાતચીતમાં કહે છે, ડાન્સ ઈન્ડિયા ડાન્સના પહેલા બે રાઉન્ડ અમદાવાદ હતા. ત્યાં સિલેકટ થયા પછી પ્રોડકશન રાઉન્ડ માટે સર્ટીફિકેટ આપ્યું. પ્રોડકશન રાઉન્ડ મુંબઈમાં હતો. મુંબઈમાં અલગ અલગ રાજયમાંથી આવેલા ૪૦૦ સ્પર્ધકો હતા. ૧૦ જજની જયુરી હતી. આ ૪૦૦માંથી ૬૭ સ્પર્ધકો સિલેકટ થયા તેમાં હું પણ હતો. ગુજરાતના બે યુવાનો આ ૬૭માં સામેલ હતા.સિલેકટ થયેલા ૬૭ સ્પર્ધકોને બે દિવસ મુંબઈમાં રહેવાની વ્યવસ્થા ઝી ટીવી તરફથી કરવામાં આવી હતી અને બે દિવસ સતત ટ્રેનિંગ આપવામાં આવી હતી. ડાન્સ સ્ટેપમાં સુધારા-વધારા કરાવવામાં આવ્યા. એ બાદ મુંબઈના ફિલ્મસિટી સ્ટુડિયોમાં શૂટિંગ કરવામાં આવ્યું. એ ૬૭ સ્પર્ધકોનું શૂટિંગ કરાયું તેમાંથી ૧૨ સ્પર્ધક સિલેકટ થયા હતા પણ ચિરાગ વાળાનો ત્યાં નંબર લાગ્યો નહોતો. જો કે પ્રોડકશન રાઉન્ડ સુધી પહોંચવું એ પણ અઘરું કામ છે. સેટ ઉપર જાણીતા કોરિયોગ્રાફર્સ માસ્ટર મર્ઝી, માસ્ટર મુદ્દસર અને મિનિ ર્માં હતા.ચિરાગ શંભુભાઈ વાળા છેલ્લા બે વર્ષથી રાજકોટમાં ‚મ ભાડે રાખીને ડાન્સ શિખે છે. તેમના પિતા શિક્ષક છે. રાજકોટના વૈશાલીનગર-૯માં આવેલા કે’સ ડાન્સીંગ ઝોન ખાતે કેયૂર વાઘેલા પાસેથી ટ્રેનિંગ લીધી છે. ચિરાગે ફીંગર ટટીંગ, મીકેનિઝમ જેવી સ્ટાઈલ અપગ્રેડ કરીને ડાન્સ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.