પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને હાર્દિક પટેલના સાથી ચિરાગ પટેલે પાસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ચિરાગ પટેલે આક્ષેપ કર્યો છે કે, હાર્દિક પટેલે અનામત આંદોલનનો ઉપયોગ વ્યક્તિગત સ્વાર્થ માટે કર્યો છે.
તાજેતરમાં હાર્દિક પટેલ સાથે સંકળાયેલા વ‚ણ પટેલ અને રેશમા પટેલ ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ હવે ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે પણ હાર્દિક વ્યક્તિગત સ્વાર્થ માટે આંદોલનનો ઉપયોગ કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. ચિરાગ પાટીદાર અનામત સમીતીનો સ્થાપક સભ્ય છે. હાર્દિક પટેલ સાથે ચિરાગ પટેલ પણ રાષ્ટ્રદોહના ગુનામાં જેલ કાપી આવ્યો છે. તાજેતરમાં પાટીદાર અનામત આંદોલન સમીતીમાંથી હાંસીયામાં ધકેલાઈ ગયા હોવાનું લાગતા ચિરાગ પટેલે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. હાર્દિક પટેલના સાથીઓ ધીમે ધીમે સાથ છોડી દેતા હવે આંદોલન કઈ તરફ જશે તે જોવાનું રહ્યું.