આઠ માસથી અમેરિકામાં સારવાર લેનારા રૂષિ કપુર હવે કેન્સરમુકત જાહેર
કેન્સરની પીડા ભોગવેલા લોકપ્રિય અભિનેતા ઋષિ કપુર ઉર્ફે ચિન્ટુ કપુરે ગંભીર રોગની સારવાર લઈ લીધી હતી અને હવે તેઓ કેન્સરમુકત બન્યા છે. તેઓએ મિડીયા સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા આઠ મહિનાથી કેન્સર સામે લડતા હતા. પરંતુ તેઓએ અમેરિકામાં આઠ મહિનાની સારવાર લીધી અને રોગ સામે જીતી શકયા છે તે બદલ તેઓ પરમ કૃપાળુ પરમેશ્વરનો આભાર માને છે જોકે તેને હજુ પણ બોનમેરોનું પ્રત્યારોપણ કરવાની જરૂર છે જે વધુ બે મહિના લેવી પડશે.
૬૬ વર્ષીય અભિનેતા ઋષિ કપુરે વધુમાં ઉમેર્યું હતું કે, તેમના ચાહકો, પરિવારજનોની પ્રાર્થનાએ તેમને ઉગાર્યા છે તે બદલ સૌનો આભાર વ્યકત કરે છે. ગંભીર રોગમાંથી બહાર આવવાનું મુખ્ય કારણ ભગવાનનાં આશીર્વાદ અને પરિવારજનોનો સહયોગ અને પ્રાર્થના જ છે. સારવાર દરમ્યાન તેમના પત્ની અને અભિનેત્રી નીતુ કપુર તેમના બાળકો રણબીર અને રિધિમાનો બહુ મોટો ફાળો છે.
જેઓએ યુ.એસ.માં તેમનાં પિતાની વારંવાર મુલાકાત લઈ સાંત્વના અને સેવા આપી છે. વધુમાં કહ્યા મુજબ આ મુસીબતમાં નીતુ એક ખડકની જેમ ઉભી રહી છે અને મારી મુશ્કેલીનો પોતે સામનો કરી રહી છે તેમ મિડીયા સાથેની વાતચીતમાં પોતાના ગંભીર રોગની ઋષિ કપુરે માહિતી આપી હતી.