સાંદીપની આશ્રમમાં ભાઈશ્રી મોટીવેશ્નલ સ્પીચ આપશે
યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, ડીન-અધરધેન ડીન અને કોલેજોનાં પ્રિન્સીપાલો સહિતનાં શિબિરમાં જોડાશે
રાજયમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચિંતન શિબિરનું આયોજન થશે જેમાં શિક્ષણનું સ્તર સુધારવા સહિતનાં મુદાઓ ઉપર ભાઈશ્રી રમેશ ઓઝા દ્વારા મોટીવેશ્નલ સ્પીચ આપવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, ડીન-અધરધેન ડીન અને કોલેજોનાં પ્રિન્સીપાલો સહિતનાં જોડાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજયમાં અનેક ચિંતન શિબિરો યોજાતી હોય છે ત્યારે રાજયમાં સૌપ્રથમવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચિંતન શિબિર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિર જુન માસમાં યોજાશે અને જે પોરબંદર સ્થિત સાંદીપની ગુ‚કુલમાં યોજવામાં આવશે જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહેનાર છે અને જે સભ્યોને મોટીવેશ્નલ પ્રેરણા આપશે. આ ઉપરાંત આ ચિંતન શિબિરમાં અનેક નાના-મોટા મોટીવેશ્નલ સ્પીકરો પણ માર્ગદર્શન પુરું પાડશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર કરવાનો મુખ્ય ઉદેશ છે યુનિવર્સિટીમાં અરજદારો એક બીજા સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે શીખવવામાં આવશે. ઉપરાંત યુનિવર્સિટીનાં કર્મચારીઓ, અધિકારીઓની કામગીરીનાં પર્ફોમન્સ ઉપર સુધારો થાય તેમજ વાદ-વિવાદોથી કર્મચારીઓ, અધિકારીઓ દુર કરે તે મુખ્ય ઉદેશ્ય છે. આ ચિંતન શિબિર જુન માસમાં યોજવામાં આવશે. બે દિવસીય ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, ડીન-અધરધેન ડીન, ડિપાર્ટમેન્ટનાં હેડ, કોલેજોનાં પ્રિન્સીપાલ સહિતનાં જોડાશે અને આ ચિંતન શિબિર ઐતિહાસિક બની રહેશે તેવું મારું સ્પષ્ટપણે માનવું છે.