અબતકની મુલાકાતમાં નવનિયુક્ત પદાધિકારીઓએ આપી ભાવિ રણનીતિની વિગતો

રાજકોટ કોંગ્રેસ સેવા દળના સંગઠનને પાયા માંથી પુન બેઠું કરી જાહેર જીવન અને ખાસ કરીને પ્રજાજનોની મુશ્કેલીઓના નિવારણ અને આગામી ચૂંટણીઓમાં સામાજિકએકતા, રાષ્ટ્રભાવના ની વિચારધારા ને બુલંદ બનાવવા નું અભિયાન વેગવાન બનાવાશે તેમ અબ તક મુલાકાતમાં ના નવનિયુક્ત પદ અધિકારીઓએ જણાવ્યું હતું

શહેર સેવાદળ ના પ્રમુખ ચિંતનભાઈ દવે દીપ્તિબેન સોલંકી ગીરીશભાઈ કરસનડીયા રાહુલભાઈ સોલંકી અનિકેતભાઈ સોલંકી પ્રતિકભાઇ ચાવડા અને નીતિનભાઈ પાંચાળીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા રાષ્ટ્ર- સમાજ સેવા અને લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ થવા ખાસ કરીને કુદરતી આપત્તિઓમાં બચાવવા રાહત કામગીરીમાં લોકોને મદદરૂપ થવા માટે સેવા દળની રચના કરવામાં આવી હતી. સેવાદળ સામાજિક સેવાની સાથે સાથે રાજકીય સામાજિક જાગૃતિ અને સાચા અને સારા લોકોને રાજકારણમાં લાવવા અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓમાં ખરા અર્થમાં લોક સેવક હોય તેવા લોકોનો વધારો કરવા  સતત પણે કાર્યરત રહે છે.

રાજકોટમાં સેવા દળ નવી ટીમ ની રચના કરવામાં આવી છે અખિલ ભારતીય કોંગ્રેસ સેવાધરના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ પ્રમુખ વિજયભાઈ પટેલ, પ્રગતિબેન આહીર ,સૌરાષ્ટ્રના પ્રભારી રમેશભાઈ જારીયા, અને મવડી  મંડળની ટીમે રાજકોટ શહેર સેવાદળ ના પ્રમુખ તરીકે ચિંતનભાઈ દવેની નિમણૂક કરવામાં આવી છે.

રાજકોટ શહેર સેવાદળ ની બેઠકમાં ડોક્ટર નયનાબા જાડેજા. રમેશભાઈ જારીયા, દ્વારા શહેરની ટીમ ની વિધિવત વરણી કરવામાં આવી હતી ડોક્ટર હેમંતભાઈ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, રમેશભાઈ જારીયા, દિનેશભાઈ મકવાણા દીપ્તિબેન સોલંકી સહિતના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં આવનારી લોકસભાની ચૂંટણી માટે સંગઠન વધારવા ,મજબૂત બનાવવા ની રણનીતિ અંગે નવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

સેવાદળના નવું નિયુક્ત પ્રમુખ ચિંતનભાઈ દવે કોરોના કાળમાં લોક સેવા કરીને સેનિટાઈઝર મેન તરીકે જાણીતા થયા છે, તેમણે નિસ્વાર્થ ભાવે કોરોના કાળમાં જ્યારે કોઈ ફિલ્ડ વર્ક કરવા તૈયાર ન થતું ત્યારે 35 સોસાયટીઓમાં સેનેટાઇઝિંગ ની કામગીરી કરી હતી .પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, એસટી બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળો પર સેનેટાઈઝેશન કર્યું હતું સેવાભાવી ચિંતનભાઈ દવેએ સેવાદળના પ્રમુખ પદની જવાબદારી ન્યાયપૂર્વક નિભાવી રાષ્ટ્ર સેવાની સાથે સાથે સમાજ સેવા કરવાની નેમ વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.