વર્ષ: 2019થી 2024 દરમિયાનની ઉત્કૃષ્ટ સેવાઓ અંગેના “કર્મયોગી પુરસ્કાર”થી સનદી અધિકારીઓનું સન્માન કરતા મુખ્યમંત્રી
જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત 20 અધિકારીઓને પુરસ્કારથી સન્માનિત કરાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ ત્રિ-દિવસીય 11મી ચિંતન શિબિરના આખરી દિવસે વર્ષ:2019 થી 2024 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓ બજાવનાર 20 જેટલા સનદી અધિકારીઓનું “કર્મયોગી પુરસ્કાર” થી સન્માન કર્યું હતું.
વહીવટમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ, નવીનતમ યોજનાઓ-કાર્યક્રમ અને અન્ય માપદંડોને ધ્યાનમાં રાખીને સીએમ ડેશબોર્ડ અંતર્ગત આવરી લેવાયેલ KPI (Key Performance Indicator)ના આધારે વહીવટમાં ગતિશીલતા લાવવા અને અધિકારોનું સારી કામગીરી માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ 2005 થી જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત છે.
આ યોજના અંતર્ગત કલેક્ટર/જિલ્લા વિકાસ અધિકારીએ જે-તે નાણાકિય વર્ષ દરમિયાન એક જ જિલ્લામાં છ માસથી વધુ સમય માટે સેવા/ ફરજ બજાવી હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે.
આ યોજનામા શ્રેષ્ઠ જિલ્લા કલેકટર/ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માટે કુલ 100 ગુણમાંથી વિભાગો તથા મુખ્ય સચિવ તેઓની કામગીરીનાં મૂલ્યાંકનનાં આધારે રાજ્ય સરકારને ભલામણ કરે છે, જેના આધારે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત 15 લાખથી વધુ વસ્તી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ધરાવતા જિલ્લા અને 15 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લા એમ કુલ બે કેટેગરી માટે પુરસ્કાર આપવામાં આવે છે.
એવોર્ડથી સન્માનિત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની યાદી
ક્રમ, ન. | સનદી અધિકારીનું નામ | હોદ્દો | વર્ષ | જિલ્લો |
1 | શાલિની અગ્રવાલ | કલેક્ટર | 2019–20 | વડોદરા |
2 | આદ્રા અગ્રવાલ | કલેક્ટર | 2019–20 | નવસારી |
3 | સુશ્રી અર્પિત સાગર | જિલ્લા વિકાસ અધિકારી | 2019–20 | વલસાડ |
4 | વી.કે.અડવાણી | જિલ્લા વિકાસ અધિકારી | 2019-20 | પોરબંદર |
5 | આર.આર.રાવલ | કલેક્ટર | 2020-21 | વલસાડ |
6 | સુપ્રીત સિંઘ ગુલાટી | કલેક્ટર | 2020–21 | પાટણ |
7 | પ્રવિણ ચૌધરી | જિલ્લા વિકાસ અધિકારી | 2020–21 | જૂનાગઢ |
8 | પ્રશસ્તિ પરીક | જિલ્લા વિકાસ અધિકારી | 2020–21 | નવસારી |
9 | ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે | કલેક્ટર | 2021-22 | વલસાડ |
10 | એમ.એ.પંડ્યા | કલેક્ટર | 2021-22 | દેવભૂમિ દ્વારકા |
11 | મનિષ ગુરવાણી | જિલ્લા વિકાસ અધિકારી | 2021-22 | વલસાડ |
12 | ધર્મેન્દ્રસિંહ. જે.જાડેજા | જિલ્લા વિકાસ અધિકારી | 2021-22 | દેવભૂમિ દ્વારકા |
13 | આનંદ બાબુલાલ પટેલ | કલેક્ટર | 2022-23 | બનાસકાંઠા |
14 | સુપ્રિત સિંઘ ગુલાટી | કલેક્ટર | 2022-23 | પાટણ |
15 | મિરાંત જતીન પરીખ | જિલ્લા વિકાસ અધિકારી | 2022-23 | જૂનાગઢ |
16 | અર્પિત સાગર | જિલ્લા વિકાસ અધિકારી | 2022-23 | નવસારી |
17 | ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે | કલેક્ટર | 2023-24 | વલસાડ |
18 | શ્વેતા તેઓટિયા | કલેક્ટર | 2023-24 | નર્મદા |
19 | મનિષ ગુરવાની | જિલ્લા વિકાસ અધિકારી | 2023-24 | વલસાડ |
20 | પુષ્પલતા | જિલ્લા વિકાસ અધિકારી | 2023-24 | નવસારી |