ઝૂમાં મુલાકતીઓની સંખ્યામાં સતત વધારો
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધૂમન પાર્ક ઝૂમાં ચીંકારા હરણમાં બે બચ્ચાંનો જન્મ આપ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝૂ ખાતે 1 એપ્રિલ 2017ના રોજ ચીંકારા હરણ 1 નર તથા 2 માદા વન્યપ્રાણી વિનીમય અંતર્ગત સક્કરબાગ ઝૂ, જુનાગઢ ખાતેથી મેળવવામાં આવ્યા હતા.ચીંકારા હરણને અહીનું કુદરતી જંગલ સ્વરૂ5નું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે ચીંકારાની બન્ને માદાઓ દ્વારા બચ્ચાને જન્મ આપતા કુલ 2 બચ્ચાઓનો જન્મ થયો છે.
હાલ આ બન્ને બચ્ચાં એક માસના થઇ ગયેલ છે અને બન્ને બચ્ચા તંદુરસ્ત હાલતમાં છે. ગુજરાતમાં ગિર, ગિરનાર, હિંગોળગઢ, કચ્છના નાના-મોટા રણ જોવા મળે છે. આ ઉપરાંત ભારતના ઘણા ભાગોમાં, બાંગ્લાદેશ, ઇરાન અને પાકિસ્તાનના અમુક ભાગમાં જોવા મળે છે. મુખ્યત્વે ખુલ્લા અને ઘાસીયા મેદાનો, ઓછી ઝાડીવાળા અને કાંટાળા વિસ્તાર વધુ પસંદ કરે છે.
આ ઉપરાંત નદી-નાળા, ડુંગરાળ વિસ્તાર અને રણ વિસ્તારની ટેકરીઓમાં જોવા મળે છે.ચીંકારા ફ્ક્ત જેમાં નર અને માદા બન્ને શીંગડા ધરાવે છે. સ્વભાવે શરમાળ હોઇ માનવ વસ્તી નજીક જતુ નથી. પીઠના ભાગે બદામી રંગ અને નીચે રાખોડી રંગનું હોય છે. માદા એક થી બે બચ્ચાંને જન્મ આપે છે. ચીંકારાનું આયુષ્ય 15 થી 20 વર્ષ જેટલુ હોય છે.