ચાઈનીઝ ફીનીસ ગુડ્સ પર કસ્ટમડ્યુટી વધારો ભારતીય મોબાઈલ એસેસરીઝ ઈન્ડસ્ટ્રીઝમાં ઊછાળો લાવશે
વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને દેશના લોકો તરફથી ખૂબ સારો પ્રોત્સાહન મળી રહ્યો છે ત્યારે મોબાઈલ એસેસરીઝ ઈન્ડસ્ટ્રીઝ તરફ નજર કરીએ તો દેશના અર્થતંત્ર તેનો પણ મુખ્ય ભાગ છે. દેશની દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો વ્યાપ વધી રહ્યો છે. એવીજ રીતે મોબાઈલ એસેસરીઝ ઈન્ડસ્ટ્રીઝમાં ચાઈનીઝ પ્રોડકટની આઈટમ્સનો ઉપયોગ ઘટાડવામાં આવી રહ્યો છે. તેમજ વધુ કસ્ટમ ડયુટી લાદવાથી ચાઈનાથી જ તેની શોર્ટ સપ્લાય કરવામાં આવી રહી છે. હાલ દેશમાં ભારતીય એસેસરીઝનો વ્યાપ વધારવા વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા મેન્યુફેકચરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર પાસેથી મહત્વના સહયોગની જરૂર છે. જેમાં મોબાઈલ એસેસરીઝ ઈન્ડસ્ટ્રીઝને લગતા પ્રોત્સાહનો મળી રહે જેવા કે જીએસટીના ટકાવારીમાં ઘટાડો, ચાઈનીસ ફીનીસ ગૂડસ પર વધારે ડયુટી લાદવાનો કલસ્ટર ઝોન ઉભા કરી તેનો વ્યાપ વધારવાનો હાલ રાજકોટ પણ મોબાઈલ એસેસરીઝ ઈન્ડસ્ટ્રીઝનું હબ ગણી શકાય છે.
રાજકોટમાં મોબાઈલ કવર, ટફન, અને હેન્ડસફ્રીનો મેન્યુફેકચરીંગમાં વ્યાપ વધ્યો છે. તેમજ તેના પર સારી પકડ ઉભી કરી છે. હાલ દેશમાં ૫૦ ટકા કરતા વધુ એસેસરીઝનું ઉત્પાદન થઈ રહ્યું છે. મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં સારી ગુણવતા વાળી એસેસરીઝની આઈટમસનું મેન્યુફેકચરીંગ થઈ રહ્યું છે. તેમજ જો સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન મળે અને સબસીડી તેમજ રાહત પેકેજ મળે તો ભારતીય મોબાઈલ એસેસરીઝ ઈન્ડસ્ટ્રીઝને આત્મનિર્ભર તરફ વિકાસની નવી પાંખો મળી શકે છે.
મોબાઈલ એસેસરીઝ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન અને સહાયની સરકાર પાસે અપેક્ષા: રીષિભાઈ વ્યાસ (શ્રી રામ ટેલીવર્લ્ડ)
શ્રી રામ ટેલીવર્લ્ડના માલિક રીષિભાઈ વ્યાસએ અબતક સાથેની ખાસ મૂલાકાતમાં જણાવ્યું હતુ કે, રાજકોટએ મોબાઈલ એસેસરીઝ માર્કેટનું હબ ગણી શકાય છે. રીટેલથી લઈ મેન્યુફેકચરીંગમાં રાજકોટ પોતાના પગ પસર્યા છે. નાના મોટા કારખાના આજ શહેરના જીઆઈડીસી વિભાગમાં કાર્યરત છે. ચાઈનીઝ પ્રોડકટ પર સરકાર દ્વારા કસ્ટમ ડયુટી લાદવામા આવી તે ખૂબ વધારે છે જે મોબાઈલ એસેસરીઝના આયાત પર વધારે કોસ્ટ ઉભી થઈ છે. તેના સામે હાલ ભારતના વેપારીઓ દ્વારા ઉદ્યોગને વેગ આપવા મેન્યુફેકચરીંગ તરફ પગલાનું મંડાણ કર્યું છે. હાલ ૫૦ ટકાથી વધુ ભારતમાંજ એસેસરીઝનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ચાઈનીઝ પ્રોડકટની અમૂક અંશની એસેસરીઝ પર રોક લગાવામાં આવી છે. ત્યારે હાલ દેશમાં તેની અચ્છત વર્તી રહી છે. અને ધંધા ખાતે મોબાઈલ એસેસરીઝમાં ખૂબ મોટી નૂકશાનની અસર જોવા મળી રહી છે. જો સરકાર ભારતમાં કલસ્ટર ઝોન ઉભુ કરે તેમજ જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવે તો દેશની અંદર ચાઈના કરતા પણ વધારે સારી
ગુણવતા વાળી એસેસરીઝનું ઉત્પાદન કરી શકાય છે. હાલ ઘણી કંપનીઓ દ્વારા ભારતમાં જ ઉચી ગુણવતાવાળી એસેસરીઝનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ખાસ રાજકોટમાં અને દેશના દરેક રાજયમાં મશીનરી અને ટેકનોલોજીનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ કરવામાં આવે અને સરકાર આ ઈન્ડસ્ટ્રીઝને યોગ્ય સહાય કરે તેમજ ધંધા વેપાર માટે રાહત પેકેજ આપે તો ભવિષ્યમાં ભારત મોબાઈલ એસેસરીઝમાં નિકાસના ક્ષેત્રે વિકાસ પામી શકે છે. સરકારનો સાથ ઈન્ડસ્ટ્રીઝનો ધમધમતો વિકાસ આવનારો સમય જગારા મારતો થઈ શકે છે.
મોબાઈલ એસેસરીઝ દેશમાં ઉત્પાદન આત્મનિર્ભર તરફની મોટી પહલ: અમીતભાઈ મહેતા
જય ટેલીકોમના માલીક અમીતભાઈ મહેતાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, ચાઈનીઝ એસેસરીઝ પ્રોડકટની સંપૂર્ણ માર્કેટમાં અછત વર્તી રહી છે. ક્ધટેનરમાં હાલમાલ આવતો અટકી ગયો છે. જે લોકલ બજારના દરેક વેપારીઓ માટે મુશ્કેલીનો સમય ઉભો કર્યો છે. ત્યારે સામે આત્મનિર્ભર તરફ નવી પહલ પણ થઈ ચૂકી છે. દેશના વિવિધ રાજયોમાં મોબાઈલ એસેસરીઝનું ઉત્પાદન ૬૦ ટકાથી વધુ જોઈ શકાય છે. દિલ્હી, મુંબઈ, હૈદ્રાબાદ, બેંગ્લોર જેવા શહેરોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતુ હોય છે. સરકારના સહોગની અત્યંત જરૂર મોબાઈળ એસેસરીઝ ઈન્ડસ્ટ્રીને વિકાસની નવી તકોનું નિર્માણ.
મેન્યુફેકટરીંગમાં સરકારનો સાથ મોબાઇલ એસેસરીઝ ઇન્ડસ્ટ્રીની સોનેરી સવાર: નરેશભાઇ પટેલ (કે.કે.ઇન્ડસ્ટ્રીઝ)
કે.કે. ઇન્ડસ્ટ્રીસના માલિક નરેશભાઇ પટેલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, હાલ મેન્યુ ફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝમાં એસેસરીઝને રાહતની ખુબ જ જરૂર છે. સરકાર દ્વારા યોગ્ય પગલા અત્યંત જરૂરી ચાઇનામાંથી આવતુ ફિનીસ ગુડ પર ડયુટીનો વધારો લાદવામાં આવે, જેથી મોબાઇલ એસેસરીઝ ઇન્ડસ્ટ્રીઝને મહત્વનો લાભ થઇ શકે છે. મારૂ પોતાનું મોબાઇલ કવર બનાવવાનું યુનિટ છે. જે ચાઇનીઝ પ્રોડકટની તુલનામાં ાાખુબ જ સારી ગુણવતામાં મેન્યુ ફેકચરીંગ કરવામાં આવે છે.
સરકાર જી.એસ.ટી. માં રાહત કરી આપે ૧૮ ટકા માંથી ૧ર ટકા કરી આપે તો પ્રોડકશનમાં કોસ્ટનું લેવલ આવી શકશે તેની સામે અમે ચાઇનાની સરખામણીમાં ઉત્પાદન કરી તેનાથી પણ ઓછી કોસ્ટમાં માર્કેટમાં દરેક ભારતીય એસેસરીઝનું વેચાણ કરાવી શકાશે
ખાસ તો ટેકસમાં મોટી રાહત જરુરી તેમજ દરેક યુનીટને તમામ પ્રકારની મશીનરી પુરી પાડવા રાહત પેકેજ જાહેર કરે તો કયાંક આગળ જતા ટુકાગાળામાં ભારત પોતાના પગ પર આત્મનિર્ભર બની મોબાઇલ એસેસરીઝની દરેક આઇટમ નિકાસ કરી શકે છે. ભારતને મશીનરીથી સજજ કરી વિકાસની નવી યોજનાનો વેગ મળી શકે છે.
કલ્સ્ટર ઝોન, ટેક્ષ બેનેફીટ મળે તો રાજકોટને મોબાઇલ એસેસરીઝ ઇન્ડસ્ટ્રીઝ હબ બનવાની શકયતા: દિપાલભાઇ ગઢવી (અંબાની મોબાઇલ)
અંબાની મોબાઇલમાં અંબાની ફોર્સ તરીકે ફરજ બજાવતા દિપાલભાઇ ગઢવીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ એ આત્મ નિર્ભર ભારતનું સ્વપ્ન દેશવાસીઓને દેખાડયું છે તે દેશના દરેક ક્ષેત્રને વિકસીત કરવા અને ભારતની આગવી ઓળખ ઉભી કરવાનું છે ત્યારે તો મોબાઇલ એસેસરીઝ ઇન્ડસ્ટ્રીઝને આત્મ નિર્ભર કરવું હોય તો ટેકબેનીફીટ, કલ્ચર ઝોન, ચાઇન્જ પ્રોડકટ આયાત ડયુટી પર વધારો તેમજ એસેસરીઝ ઇન્ડસ્ટ્રીઝને જેટલું સરકાર તરફથી પ્રોત્સાહન મળશે એટલી ઝડપી વેગે આત્મનિર્ભર તરફ પગલાનું મંડાણ થાશે સાથે રાજકોટ પણ એસેસરીઝ ઇન્ડસ્ટ્રીઝનું હબ થઇ શકે છે.
હાલ રાજકોટ ખાતે કવર, ટફન, જેવી પ્રોડકટનો મેન્યુ ફેકચરીંગનો વ્યાપ વઘ્યો છે. ચાઇનીઝ ફિનીસ ગુડસ પર વધાર કસ્ટમ ડયુટી લાદવામાં આવે તો ભારતની
અંદર બનતી તમામ મોબાઇલ એસેસરીઝને વધુ પ્રોત્સાહન મળશે તેમ લોકોમાં પણ દેશ દાઝ જોવા મળી રહી છે. લોકો હવે ભારતીય મોબાઇલ તેમજ એસેસરીઝની માંગ વધારે કરી રહ્યા છે.
મોબાઇલ તેમજ એસેસરીઝ ઇન્ડસ્ટ્રીઝને સરકાર તરફથી સહયોગ અત્યંત જરૂરી: હરસીલભાઇ કલ્યાણી (ઝેનીથ મોબાઇલ)
ઝેનીસ મોબાઇલના માલીક હરસીલભાઇ કલ્યાણએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચાઇનાથી આવતો એસેસરીઝનો માલ રૂરલ તેની શોર્ટ સપ્લાય ચાલી રહી છે.
ત્યારે ભારતમાં હાલ ૨૦ટકા એસેસરીઝનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જો સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે અને ભારતીય મોબાઇલ એસેસરી ઇન્ડસ્ટ્રીને મહત્વનો સહયોગ આપવામાં આવે તો દેશમાં ચાઇના કરતા પણ સારી અને ગુણવત્તા વાળી મોબાઇલ એસેસરીઝનું મેન્યુફેકચરીંગ કરી શકાય છે. ખાસ જીએસટીતે લય ટકાવારીમાં ફેરફાર કરવા તેમજ ટેકનોલોજી અને મશીનરીઓની સહાય કરવી સબસીડીઓ આપવી જેટલા પણ પગલા મોબાઇલ એસેરીઝ ઇન્ડસ્ટ્રીઝને સરકાર તરફથી મળશે એટલી જ ઝડપી વેગે ભારત આત્મ નિર્ભર નજીક વધશે.