ભારત સહિત 20 દેશની 90 હજાર સ્કૂલ ઝૂમ ઍપનો ઉપયોગ કરી રહ્યાં છે. લોકડાઉનના કારણે સ્કૂલ-કોલેજ અચોક્કસ મુદ્દત માટે બંધ છે, ત્યારે અભ્યાસ માટે ઝૂમ ઍપનો બહોળા પ્રમાણમા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઝૂમ ઍપ પર સ્ક્રીન શૅરિંગ ફીચરનો લાભ ઊઠાવીને સાયબર ક્રિમિનલ્સ ક્લાસ કે સેશન દરમિયાન સ્ક્રીન પર વાંધાજનક કન્ટેન્ટ પણ પોસ્ટ કરી શકે છે. જેને ‘ઝૂમ બોમ્બિંગ’ કહે છે.
આ ઝૂમ ઍપના હજારો યુઝર્સના ઇમેલ, એડ્રેસ અને તેમના પાસવર્ડ ડાર્ક વેબ પર વેચાઇ રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે આવા ઝૂમ એકાઉન્ટ્સની સંખ્યા અંદાજે 5.30 લાખ જેટલી છે. જોકે, લાખો યુઝર્સનો ડેટા કેવી રીતે લીક થયો તે અંગે હજુ કોઈ માહિતી ઝૂમે આપી નથી.
લૉકડાઉનના કારણે આ પ્લેટફોર્મ પર બિઝનેસ મીટિંગ અને સ્કૂલ-કોલેજના ક્લાસ પણ લેવાઇ રહ્યા છે. તો બીજી તરફ સિંગાપોર અને તાઇવાનની સ્કૂલ્સે અને ન્યૂયોર્કના શિક્ષણ વિભાગે ઝૂમ ઍપ પર પ્રતિબંધ લાદી દીધો છે.
ઝૂમ ઍપને આ રીતે સેફ રાખી શકાય છે…
- હોમ નેટવર્ક સિક્યુરિટી
- ડિફોલ્ટ યુઝર નેમ અને પાસવર્ડ રિસેટ કરો. રાઉટર સુરક્ષિત કરો.
- WPA2 કે WPA3 જેવા સિક્યોર એન્ક્રિપ્શન ઓન રાખો.
- વીડિયો કૉલ એન્ક્રિપ્ટેડ રાખો.
- વેબકેમ આ રીતે બંધ કરો
- વેબકેમનો ઉપયોગ ન કરી રહ્યા હો તો તેને આ રીતે બંધ કરો.
- એન્ડ્રોઇડ માટે : સેટિંગ્સ, એપ્સ, કેમેરા, પરમિશન, ડિસેબલ કરો.
- વીપીએનનો ઉપયોગ કરો
- વિશ્વસનીય વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)નો યુઝ કરો.
- તે ઓનલાઇન એક્ટિવિટીઝને એન્ક્રિપ્ટ કરશે. આઇપી એડ્રેસ કે લોકેશનની ખબર નહીં પડે.
- મજબૂત પાસવર્ડ રાખો
- રાઉટર માટે સ્ટ્રોંગ પાસવર્ડ સેટ કરો.
- 12 કેરેક્ટરમાં અપર કેસ, લોઅર કેસ લેટર્સ, નંબર, સિમ્બોલ કે શબ્દ.
- ડિવાઇસનો ઉપયોગ ન કરતા હો ત્યારે લૉક રાખો.
- સ્ક્રીન શૅરિંગ મેનેજ કરો
- મીટિંગ કે હોસ્ટ ઍપના સ્ક્રીન શૅરિંગ ઓપ્શન મેનેજ કરો.
- શૅર સ્ક્રીનના એડવાન્સ શૅરિંગ ઓપ્શન પર જાવ. હોસ્ટ ઓપ્શન સિલેક્ટ કરો, વિન્ડો ક્લોઝ કરો.
- ઝૂમ વેઇટિંગ રૂમ યુઝ કરો
- ઝૂમ ઓપ્શન આપે છે કે, મીટિંગ શરૂ થયા બાદ તેને લૉક કરી શકો, જેથી નવા પાર્ટિસિપન્ટ્સ ગ્રુપ જોઇન ન કરી શકે. તમે હોસ્ટ છો તો ઝૂમ મીટિંગ માટે પસંદ કરી શકો છો.
જોકે સાઈબર નિષ્ણાંત પવન દુગ્ગલના જણાવ્યા અનુસાર ઝૂમ ઍપ એ ચમકતો ટાઈમબોમ્બ છે. સાથે જ ઘાતક પણ છે.