ડ્રેગનનો આતંકવાદીઓને ભરડો

અલ્ટીમેટમમાં અતિવાદ, અલગાવવાદ અને આતંકવાદ સાથે જોડાયેલા લોકોને ૩૦ દિવસમાં સરેન્ડર કરવા અલ્ટીમેટમ

ચીને આતંકવાદને દેશમાંથી નાબુદ કરવા કડક કાર્યવાહી હાથ ધરી છે. ચીન સરકારે શિનજિયાંગ પ્રાંતમાં કટ્ટરવાદ સામે કડક વલણ અપનાવતા અતિવાદ, અલગાવવાદ અને આતંકવાદ સાથે જોડાયેલા લોકોને ૩૦ દિવસમાં જ સરેન્ડર કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

મીડિયા રિપોર્ટમાં જણાવાયું છેકે ચીની પ્રશાસને આતંકી જુથો સાથે સંબંધીત લોકોને આ ૩૦ દિવસની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. પશ્ચીમી ચીન વિસ્તારમાં રહેતા મુસ્લિમ આતંકવાદીઓને તેમના ગુન્હા કબુલી લેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. નોટીસમાં સ્પષ્ટ ‚રૂપે લખાયું છેકે જે પણ વ્યકિત નિર્ધારીત સમયની અંદર ન્યાયીક સંસ્થાઓ સામે સરેન્ડર કરશે તેમની સામે કુણુ વલણ દાખવામાં આવશે અને તેમને ઓછામાં ઓછી સજા થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક મહિનાઓનાં ઉડગુ‚ સમુદાયના લોકોની મોટી સંખ્યામાં ધરપકડ થયા બાદ ચીની સરકાર સામાજીક કાર્યકર્તાઓ, વિશેષજ્ઞો અને વિદેશી સરકારો તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડયો છે.

જોકે ચીન આ વિરોધોને અલગ કરીને દાવો કરે છે કે તે અલ્પ સંખ્યકોના ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવા કટીબધ્ધ છે. સુરક્ષા માટે આવા લોકોની ધરપકડ કરવી જરૂર છે.

પ્રશાસને તેની નોટીસમાં કહ્યું છે કે આવા દરેક લોકોને સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવે છે જે કોઈ પણ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા હોય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.