ચાઈનીઝ ભાષા શીખવવા ખાસ મીનના નિષ્ણાંત શિક્ષક ઉપસ્થિત
જીનિયસ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ તથા જય ઈન્ટરનેશનલ સ્કુલના ગ્રેડ ૧૧ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં ચાઈનીઝ ભાષાના વર્ગા શરૂ કરવામાં આવ્યા છે. જીનિયસ ગ્રુપ ઓફ ઈનસ્ટીટયુશન્સ હંમેશા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે, તેથી જ તેમને ભવિષ્યમાં ઉજ્જયળ તક મળે તે માટે તેમના અભ્યાસક્રમમાં જરૂરીયાત મુજબ નવા વિષયો અને વિવિધ કૌશલ્યલક્ષી પ્રવૃતિઓનો સમાવેશ કરતી રહી છે.
આ આંતરરાષ્ટ્રીય ભાષા શિખવવા માટે ચાઈનીઝ ભાષાના જાણકાર અને ચીનના શિક્ષક કેસીને ખાસ આમંત્રીત કરવામાં આવ્યા છે, તેઓ છેલ્લા ૨ મહિનાથી ચાઈનીઝ ભાષાના મુળભુત શબ્દોનો પરિચય આપવા ઉપરાંત ચાઈનીઝ અને ઈંગ્લીશ સબ ટાઈટલ ધરાવતા ટુંકા નાટયો દ્વારા વિદ્યાર્થીઓની ભાષાકીય પકડ વધુ મજબુત બનાવી રહ્યાં છે. વળી આ નાટયો દાર્શનીક હોવાથી વધુ સરળતાથી સમજી શકાય છે, તેમજ તેનાથી શબ્દભંડોળ પણ વધે છે. આ ઉપરાંત તેઓ ચાઈનીઝ ભાષામાં વ્યાખ્યાનો પણ આપે છે. આ રીતે ભાષા શિખવાની જુદી-જુદી શૈલીઓથી વિદ્યાર્થીઓની રૂચી અને રસ પણ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
આ નવા સોપાનની સફળતા માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા અને સીઈઓ ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જય ઈન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સીપાલ વિપુલ ધનવા, એકેડમીક હેડ પ્રજ્ઞાબેન દવે, જીનિયસ ઈંગ્લીશ મિડિયમ સ્કુલના એકેમીક હેડ કાજલ શુકલ, શ્રીકાંત તન્ના, હિના દોશી, દ્રિષ્ટી ઓઝા, તેમજ ચીનના નિષ્ણાંત શિક્ષક કેસી દ્વારા શાળાઓની ટીમ સાથે મળી જહેમત ઉઠાવવામાં આવી રહી છે.