પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉત્પાદન માટે ઉપયોગી બેટરીના બલ્ક ટેન્ડરો ગુજરાત, દિલહી, મહારાષ્ટ્ર અને પુણેમાં લોન્ચ કરાશે.
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને પ્રદુષણ પણ લોકોના જીવ લઈ રહ્યું છે ત્યારે અદ્યતન ટેકનોલોજીના સહારે ઈ-વાહનોને વિકસાવવા સરકારે ઈ-વાહનોની યોજના જાહેર કરી છે જેના ભાગરૂપે ઈકો ફ્રેન્ડલી વાહનના ઉત્પાદકો અને ઉપભોકતાઓ બંનેને સબસીડી આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત થતા જ ભારતીય ઉત્પાદકોને તકો મળી તો તેને ઝડપવામાં અદાણી, ટાટા અને મહિન્દ્રાએ હિસ્સો લીધો પરંતુ હવે ભારતીય કંપનીઓને ઈ-બસના ઉત્પાદન અંગે ચીની કંપનીઓને હંફાવી શકે છે.
ઈ-બસના જોઈન્ટ વેન્ચરમાં ૧૦ માંથી ૯ શહેરો માટે ઈ-બસોની સપ્લાય કરવામાં આવશે પરંતુ ચીની કંપની જેવી આ સૌદામાં ‘યુ’ ટર્ન લાવે છે. વેરન બફેટની ચીનની મોટામાં મોટી ઈ-વ્હીકલ કંપની બીવાયડીએ માર્કેટ કિંમત કરતા ૩૦ ટકા સસ્તા ભાવે ટેન્ડરમાં બોલી લગાવી બાજી મારી છે. તેથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈચર મોટર્સ અને જેબીએમ સોબરીસ જેવી કંપનીઓ ખાલીખમ્મ ઘરે ફરી હતી.
ચીની જાયન્ટ ઈ-વ્હીકલ કંપનીની ભારતીય બજારમાં વાવાઝોડા સમાન એન્ટ્રીથી ભારતીય ઓટો પેઢીઓની ચિંતા વધી રહી છે. ઈ-બસોના ઉત્પાદન અંગે અદાણી ગ્રુપ બાજી મારે તેવી આશાઓ સેવાઈ હતી. અદાણી ગ્રુપના લીડર ઉધોગપતિ ગૌતમ અદાણી ઈલેકટ્રીક બસોના ઉત્પાદન ક્ષેત્રે એન્ટ્રી કરી રહ્યા હતા. તેમજ ગુજરાતના મુંદ્રા ખાતેના સ્પેશિયલ ઈકોનોમી ઝોનમાં મેન્યુફેકચરીંગ હબનું પણ નિર્માણ કરશે તેમજ તાઈવાનની ઈલેકટ્રીક બસ ઉત્પાદક કંપની સાથે ટેકનોલોજી ટાઈ-અપ થવાની ચર્ચાઓએ પણ જોર પકડયું હતું.
ઉધોગ નિષ્ણાંતોનું કહેવું છે કે વિદેશી ખેલાડીઓ સાથે જો અદાણી ગ્રુપ એન્ટ્રી કરશે તો ભારતીય બસોના સેગ્મેન્ટમાં એક ડાયનેમીક અવતાર લાવશે. સરકારે ઈ-વાહનોનું નિર્માણ માસ ટ્રાન્સીટ અને પબ્લિક પરિવહન માટે કર્યું છે ત્યારે મોટી કંપનીઓના વિચારો પોતાના ઉંડા ખિસ્સાઓને ભરવાના જણાઈ રહ્યા છે.
વર્ષ ૨૦૧૭માં વિભાગે જણાવ્યું હતું કે, રૂ.૪૪૦ કરોડના ખર્ચે ૧૧ રાજયોમાં ઈ-બસો, ઈ-ટેકસી અને ઈ-ઓટોને પાયલોટ પ્રોજેકટ હેઠળ દોડાવવા માટે ફાસ્ટર અડોપ્શન મેન્યુફેકચરીંગ હાઈબ્રીડ અને ઈ-વ્હીકલ યોજના (ફેમ) લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે હવે સરકાર ફેમ પ્રોજેકટને ઝડપથી વિકસાવવાના પ્રયાસો કરી રહ્યું છે.તેથી ઈ-વાહનોના ઉત્પાદનકર્તા, બેટરી મેન્યુફેકચર, ચાર્જીંગ મેનેજર અને ડેવલોપરો માટેની તકો સર્જાઈ છે.
ઈ-બસોને પ્રોત્સાહન આપવાની સબસીડીની વધારવાની પણ યોજના બનાવાઈ છે. જે આવનારા ત્રણ વર્ષોમાં સુપર હિટ બનાવવા તંત્ર મથામણ કરી રહ્યું છે. ડ્રાફટ ફ્રેમ પોલીસીમાં બલ્કમાં બેટરીની ખરીદી કરનારાઓને ૫૦ ફલીટથી વધુની ખરીદી પર વળતર આપવામાં આવશે. જેના બલ્ક ઈ-પ્રોકયુરમેન્ટ માટેના ટેન્ડરો દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને પુણેમાં જાહેર થશે. આંધપ્રદેશમાં હાલ જ ઈ-મોબીબીટી પોલીસી માટેના ટેન્ડરો ૨૦૩૦ સુધીના બહાર પડાયા છે. આવનાર પાંચ વર્ષો માટે સરકાર ફ્રેમ યોજના અંતર્ગત રૂ.૯૩૮૧ કરોડની સહાય કરી શકે છે.
ઈકો ફ્રેન્ડલી વાહનોના પ્રોત્સાહન માટે ઈ-વાહનની ખરીદી પર ટુ-વ્હીલર માટે રૂ.૨૯ હજાર અને ફોર વ્હીલની ખરીદી પર રૂ.૧.૩૮ લાખ સુધીની સબસીડી આપવાની યોજના બનાવી છે. ફેમના બીજા તબકકામાં સીટી બસો, ઈલેકટ્રીક થ્રી વ્હીકલ તેમજ ટેકસી માટેની સ્કીમની અમલવારી કરવામાં આવશે. કેન્દ્ર સરકારની આ યોજનાથી રાજયના અનેક મેન્યુફેકચરો ઈ-વાહનોના ઉત્પાદન અંગે પ્રેરિત થયા છે. આ યોજનાથી ઉત્પાદકો અને ઉપભોકતાઓ બંનેને ફાયદો થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com