સરકાર કે ચમરબંધીઓ સામે બેબાક સાચુ બોલવાની તેવડ ધરાવતા ઉદ્યોગપતિ પર જાહેર સંપતિમાં મોટો ગફલો અને લાંચ લેવાનો આક્ષેપ: હવે જીવે ત્યાં સુધી જેલમાં રહેવાનો યોગ
ચીનના બિઝનેશ ટાઈકુન ઉદ્યોગપતિ માધાતા અને આખા બોલાની છાપ ધરાવતા જિનપીંગના હરીફને ૧૮ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ચીનના અગ્રણી ઉદ્યોગપતિ અને જિનપીંગના આલોચક અને સાચા બોલાની છાપ ધરાવતા બિઝનેશ ટાઈકુન એનજીટી ક્વાઈન શાસક કોમ્યુનિટી પક્ષના ઘનિષ્ઠ નેતામાંથી એક ગણાય છે જે માર્ચ મહિનામાં કોરોનાની કટોકટીમાંથી દેશના ઉગારવા માટે નિષ્ફળ નિવડેલા નેતા તરીકે જિનપીંગ સામે બોલીને સૌની નજરમાં આવ્યા હતા.
આખા બોલા સ્વભાવ અને પૂર્વ ચેરમેનની સંપતિ ખરીદવા બદલ તેમને બીગ કેનન એટલે કે મોટી તોપની ઉપમા આપવામાં આવી હતી. મંગળવારે આ ઉદ્યોગપતિને ૭.૪ મિલિયન ડોલરના જાહેર ભંડોળમાં ગોટાળા અને ૧.૨૫ મિલિયન યુઆનની લાંચ લેવા બદલ પીપલ કોર્ટમાં ચાલેલા મુકદમાના પગલે ૬,૩૦,૦૦૦ ડોલરનો દંડ અને ૧૮ વર્ષની કેદની સજા થઈ હતી.
જી અને તેમના સાથીદારોને લાંચ લીધી હોવાના આક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૨માં તેના ઉપર સત્તા પર આવ્યા બાદ સૌની નજર હતી. તે વાણી સ્વતંત્ર્તા અને હજારો કાર્યકરો અને કાયદાવિદો પર સકંજો કસવામાં આવ્યો તેના વિરોધી હતી. મંગળવારે ૫૩ મિલિયન સંપતિ વેડફી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેમને કસુરવાર ઠેરવી જેલની સજા ફટકારવામાં આવી હતી. રેમ સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા જો કે તે ઈન્ટરનેટ પર સાચી વાત કહેવા માટે જાણીતા છે. તેમના એક સમર્થકે જણાવ્યું છે કે, અમે તેને એટલા માટે સાથ આપીએ છીએ કે, સાચુ બોલવાની હિંમત રાખે છે. રેમ ચીનના ઈન્ટરનેટના પ્રતિબંધ સામે અવાજ ઉઠાવનારા નેતા તરીકે ચર્ચામાં આવ્યા હતા. કોરોના મહામારીમાં જિનપીંગની સરકાર પોતાના હિત અને સમર્થકો માટે કામ કરી રહી હોવાનું જણાવી જિનપીંગના નામ લીધા વગર રેને બેબાક લખ્યું હતું કે, માત્ર નવા કપડામાં જ નહીં પરંતુ તેને એક કવચ ધારણ કરી રાજા બની ગયો છે. રેને પોતાના બ્લોગ અને ટ્વીટર પર વેબ પ્લેટફોર્મમાં જિનપીંગ વિશે લખીને ૨૦૧૬માં ધુમ મચાવી હતી. રેને પ્રેસની સ્વાયતતા અને તેના પર પ્રતિબંધ સામે પણ વિરોધ ઉઠાવ્યો હતો. મંગળવારે તેને અપાયેલી સજાથી ફરી તે ચર્ચામાં આવી ગયા હતા. રેન એક એવા રીયલ એસ્ટેટ ટાઈકૂન છે કે જે ચીનમાં સરકાર સામે હિમતથી સાચુ બોલે છે. રેનનો જન્મ ૧૯૫૧માં થયો હતો. આ વર્ષે તે ૬૯ વર્ષના છે. હવે તે કદાચ જેલની બહાર એક પણ દિવસ શ્ર્વાસ નહીં લઈ શકે. રેન પોતાના પક્ષના વરિષ્ઠ મહાનુભાવો સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા હતા અને ઉપપ્રમુખ અને રૂશ્વત વિરોધી અધ્યક્ષ સાથે જોડાયેલા હતા.