ચાઈનીઝ એપ ઉપર પ્રતિબંધ શા માટે જરૂરી?
ઇડીએ પેટીએમ અને એચએસબીસી બેંકના રૂ.૧ હજાર કરોડના બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનને આધારે કરી કાર્યવાહી: ચાઈનીઝ નાગરિક સહિત ત્રણની ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ઇડી)એ દાવો કર્યો છે કે, પ્રતિબંધિત ચાઈનીઝ એપ્સનો ઉઓયોગ કરી ચીની નાગરિકો દ્વારા ગેરકાયદેસર જુગારનું રેકેટ ચલાવી પેટીએમ સને એચએસબીસી બેંકના ખાતાઓ દ્વારા ચૂકવાયેલા રૂપિયા ૧ હજાળ કરોડ મેળવનાર જુગારીઓને શોધી રહ્યું છે. વિદેશોમાં આર્થિક વ્યવહારો માટે પેટીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું તારણ હાલ ઇડીએ હાલ કાઢ્યું છે. જેમાં હવાલા કૌભાંડ થયા હોવાની આશંકા ઇડીએ વ્યક્ત કરી છે.
ગેરકાયદેસર નાણાં વ્યવહાર જેવા કે, જુગાર, આતંકવાદી પ્રવૃતિઓ માટે ભંડોળ સહિત માટે હવાલા કૌભાંડ આચરવામાં આવે છે. જેમાં બિનઅધિકૃત રીતે રૂબરૂ અથવા બેંકનો ઉપયોગ કરી ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હોય છે. મોટર્સ ભાગના હવાલા કૌભાંડ કે જેમાં રૂબરૂ રકમ સોંપવામાં આવી હોય તે સામે પુરાવાના અભાવે સામે આવતું નથી અથવા તો પુરાવાના અભાવે સાબિત થઈ શકતું નથી પરંતુ બેંકનો ઉપયોગ કરીને આચરવામાં આવેલું હવાલા કૌભાંડ સામે આવતું હોય છે. ઇડી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર બાજ નજર રાખીને બેઠું હોય છે અને કૌભાંડ થયાની આશંકા થતા સર્ચ ઓપરેશન હાથ ધરી ઇડી કાર્યવાહી હાથ ધરતું હોય છે.
ઉલ્લેખનીય બાબત છે કે, થોડા દિવસો અગાઉ ગૂગલે પેટીએમને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘન બદલ પ્લેસ્ટોરમાંથી દૂર કરી દીધું હતું. ત્યારે પેટીએમની ફરીવાર હવાલા કૌભાંડમાં શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. પેટીએમની સાથોસાથ અનેકવિધ ચાઈનીઝ એપના માધ્યમથી જુગારની રકમો હવાલો પાડવામાં આવ્યો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. તે ઉપરાંત હોંગકોંગ – શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન તેમજ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશનનો પણ હવાલા પાડવામાં ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો દાવો ઇડીએ કર્યો છે.
મંગળવારે હૈદરાબાદની સ્પેશ્યલ પ્રિવેંશન ઓફ મની લોન્ડરીંગ એકટ કોર્ટે એક ચીની નાગરિક અને અન્ય બે વ્યક્તિને ઇડીની આઠ દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ઇડીએ ૧૫મી સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન બેટિંગ અને મની લોન્ડરીંગ કેસમાં ચીની નાગરિક યણ હાઓ અને તેના બે ભારતીય સાથી ધીરજ સરકાર અને અંકિત કપૂરની ધરપકડ કરી હતી.
ઈડીએ જણાવ્યું હતું કે, પેટીએમ અને એચએસબીસી બેંક ખાતાઓ દ્વારા જુગારની રકમ મેળવનાર મોટા લાભાર્થીઓની ઓળખ કરવા માટે પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એકટ અંતર્ગત તપાસ ચાલી રહી છે. આ કંપનીના ડિરેકટર એવા ચીની નાગરિકો સહિત વિવિધ વ્યક્તિઓને સમન્સ પાઠવાયા છે.
બેટિંગ એપ્સના એજન્ટ મેમ્બર્સને કમિશન ચૂકવવા અને જુગારના નાણાં ઉઘરાવવા માટે પેટીએમ અને કેશ ફ્રીનો ઉપયોગ કરાતો હતો. ઇ – કોમર્સના ઓથા હેઠળ સેંકડો વેબસાઇટ ઉભી કરાઈ છે.