**** હવા…હવાઈ…!!! ***
ચીની કંપનીહવાઈએ ભારતમાં તેનાસેન્ટરની સ્થાપના કરી હોવાને કારણેટેલીકોમ સેકટરમાં નવુ વાતાવરણ ઉભુ થવાની શકયતા
૪-જી નેટવર્ક બાદ ભારત ૫-જી લાવવા મથામણ કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે માથાનો દુ:ખાવો ગણાતી હવાઈ કંપની ભારતમાં પગ પેશારો કરે તેવી શકયતાઓ છે. ૫-જી ટ્રાયલ્સ માટે હુંવાઈ કંપનીને ભારતમાં ભાગ લેવા માટે પરવાનગી મળી હતી. તેથી હવે ચીન અને ભારત વચ્ચે એક અલગ જ વાતાવરણ સર્જાવાના અહેવાલો છે.
ભારતમાં ગ્લોબલ ૫-જી સમયે ચીની કંપનીઓ હુવાઈ અને ઝેડટીઈને આમંત્રણ આપ્યું ન હતું જેનો હુવાઈ કંપનીએ વિરોધ કર્યો હતો.હવાઈએ તાજેતરમાં જ ભારતમાં હુવાઈ કંપનીએ તેના સૌથી મોટા સેન્ટરની સ્થાપના કરી હતી. ભારતના ગ્લોબલ ૫-જી માટે ટેલીકોમ સેકટરો ઉપરાંત નોકિયા, એરીકશન, સેમસંગ જેવી કંપનીઓને સમીટમાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
જેવીરીતે જીયોના આગમનથી તમામ ટેલીકોમ કંપનીઓનો વેપાર પડી ભાંગ્યો હતો તેવી રીતે ચીની ઉત્પાદકોએપણ ભારતના વેપારીઓને ખોખલા કર્યા હતા. હવે હુવાઈ કંપની ૫-જી નેટવર્કના ટ્રાયલ સાથે ભારતમાં આવીપહોંચતા રાજનૈતિક અને આર્થિક વાતાવરણમાં ફેરફારો આવવાની શકયતા છે.
હુંવાઈના ફાયનાન્સીયલ ઓફિસર અને સંસ્થાપકની પુત્રી મેંગ વાન્ઝાઉ ઉપર ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો હતો અને તેની કંપનીની પેઢીએ પણ કેટલીક ગફલતો કરી હોવાથી તેના પર કલંક લાગ્યો હતો. પરંતુ પ્રતિબંધો છતાં તેઓ ઈરાનના ઉપકરણોવેંચી રહ્યાં છે.
જો કે ભારતે પોતાના ડિજીટલ માધ્યમોની સુરક્ષા અંગે વલણ સ્પષ્ટ કર્યું નથી પરંતુ સૂત્રોનું કહેવું છે કે, કેટલાક ક્ષેત્રોમાં ચીની નિવેષ વિરુધ્ધ કેટલાક નિયમો છે. સરકારે એક હાઈ લેવલ ગ્લોબલ ૫-જી સમીટનું આયોજન કર્યું છે. જેમાં કેટલાક નિષ્ણાંતો, કોમ્યુનિટીકેશન, ટેલીકોમ કંપનીઓ, ઔદ્યોગીક અને ઈલેકટ્રોનીક તેમજ આઈટી લેવલના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.