ટોપ સેલિંગ બિઝનેસ બુકનાં લેખક સ્કોટ સ્ટ્રેટનની સ્ટ્રેટેજીને માનીએ તો બિઝનેસ સંબંધોના આધારે આગળ વધતા હોય છૈ, તો પછી સંબંધોને જ શા માટે બિઝનેસનાં બ્રિજ ન બનાવવા..? આજે જ્યારે અમેરિકા ચીન, ઇરાન, ઇરાક, રશિયા જેવા સંખ્યાબંધ દેશો સાથે બાખડી રહ્યું છે.

ત્યારે ભારતને બહુ સાચવીને સંબંધોના પુલ પર ચાલવાની આવશ્કતા છે. ગત શુક્રવારે જ અમેરિકાએ ચીની ડ્રેગનની ઇકોનોમીનું ગળું ઘોંટવા ૨૦૦ અબજ ડોલરનો ટેરિફ બોજ નાખી દીધો છે . એક વર્ષ પહેલા જ્યારે ચીન-અમેરિકા ટ્રેડવોરનાં મંડાન થયા ત્યારે એવું કહેવાતું હતું કે હવે અમેરિકા તથા ચીન તેમેન જરૂરી માલની ખરીદી માટે ભારત આવશે, ભારતનો વિદેશ વેપાર દિન દુગના- રાત ચૌગુના વધશે. અમુક ક્ષેત્રે વિકાસ થયો પણ છે પણ જેટલો ધાર્યો હતો એટલો નહીં.

આ ઉપરાંત ૨૦૧૮નાં અંતિમ મહિનાઓમાં રૂપિયો નબળો પડતા અમેરિકાને પણ મોટો લાભ થયો છે.હાલમાં વાત આવી છે કે વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારત-અમેરિકા ટ્રેડ ૫૦૦ અબજ ડોલરે પહોંચી શકે છે.હાલમાં આ આંકડો જો ૧૪૨ અબજ ડોલરે અટક્યો હોય તો ચારેક વર્ષમાં તેમાં ૩૦૦ ટકાનો વધારો શક્ય છે? કે પછી આ વાત જ્યાંથી આવી છે તે અમેરિકન પ્રતિનીધીઓ ભારતના ગળે ગાજર લટકાવી. રહ્યા છે..? યાદ રહે કે ગત એક વર્ષમા આ વેપારમાં ૧૬ બજ ડોલરનો એટલે કે આશરે ૧૦ ટકાનો વધારો થયો છે.

ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સમાં અમેરિકન સરકારના પ્રતિનિધીઓએ આ વાત કરી સાથે જ તેમણે ચિંતા પણ વ્યક્ત કરી કે જો આગામી જુન મહિનામાં સત્તા સંભાળનારી નવી સરકાર જો ઇ-કોમર્સ,  અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં અમેરિકન કારોબારીઓને નડતી સમસ્યા દૂર થાય તો બન્ને દેશો વચ્ચે વ્યાપાર વધવાની ઉજળી તક હોવાનો તેમનો દાવો છે. અમેરિકાને ભારત પાસેથી મેડિકલ ઇક્વીપ્મેન્ટ, જીએસપી સિસ્ટમ તથા લીકર જેવા કારોબારમાં ભારતીય પ્રશાસનની દખલગીરી ઘટાડવી છે. ઉપરાંત ઓછી ડ્યુટીમાં માલ ભારતના દરવાજે ઉતારવો છે.આગામી દિવસોમાં મેડિકલ ક્ષેત્રે વ્યાપાર વધી શકે છે.

આશરે ૫.૬ અબજ ડોલરની કિંમતની આશરે ૩૦૦૦ ભારતીય પ્રોડક્ટસને અમેરિકામાં ડ્યુટી ફ્રી એક્સેસ મળે છે તે બંધ થવાની દહેશત છે.પરિણામે ભારતે દરેક દરેક ઘંટડો ફંકી ફૂંકીને પિવો પડે તેવી સ્થિતી છે. અક વાત એવી પણ આવી હતી કે અમેરિકા અને ચીન વચ્ચેનાં સંબંધોમાં તિરાડ પડતા હવે ભારતનો અમેરિકા સાથેનો  વેપાર વધી શકે છે. પણ આ વાત એકાદ વર્ષથી ચાલે છે જે હકિકત બની શકી નથી.

કારણ કે ભારત ઉત્પાદન ક્ષમતા તેમ જ ગુણવત્તામાં ચીનને પછાડી શકે તમ નથી. આમછતાં ૨૦૦ જેટલી અમેરિકન કંપનીઓ હવે ચીનમાં  ઉત્પાદન બંધ કરીને ભારતમાં આવવાની વેતરણમાં છે. આના માટે અમેરિકન કંપનીઓ પરનાં વ્યવસાયિક નિયંત્રણો ઘટાડવાની અમેરિકાની માગ છે. હાલમાં ભારતના પ્રવાસે આવેલા ૧૦૦ જેટલા ઉદ્યોગપતિઓના આંકડા પ્રમાણે ભારતની એવરેજ ટેરિફ ૧૩.૮ ટકા જેટલી ઓ છે જે વિશ્વના અન્ય મોટાભાગના તમામ દેશોને લાગુ પડે છે.

બીજીતરફ ઓટોમોબાઇલ્સ, કૃષિ પેદાશો, મોટર સાયકલ, તથા આલ્કોહોલિક બેવરેજીસની આયાત પર ઉંચી ડ્યુટી લગાવવામાં આવી છે. ઓટો સેક્ટર પર ભારતમાં ૬૦ ટકા ડ્યુટી છે જે અમેરિકામાં ૨.૫ ટકા જ છે. મોટર સાયકલ પર ભારતમાં ૫૦ ટકા ડ્યુટી છે જ્યારે આલ્કોહોલિક  ઉત્પાદનો પર ૧૫૦ ટકા ડ્યુટી છે. કૃષિપેદાશો પર ડબલ્યુટીઓના નિયમો પ્રમાણે વધુમાં વધુ સરેરાશ ૧૧૩ ટકા ડ્યુટી લગાવી શકીએ છીએ.

ટ્રમ્પ સાહેબે તેમના પ્રતિનીધીઓેને ખાસ સુચના આપી છે કે વ્યવસાયિક સંબંધોનો એક આધાર હોવો જોઇએ અને આ આધાર પણ વ્યવસાયિક માપદંડ પ્રમાણે જ હોવા જોઇએ.જે દેશ આવી નીતિને અનુસરતો નથી તેની સાથે અમેરિકાનો કારોબાર ઘટી જાય છે. હવે ભારતે કારોબાર વધારવો હોય, તો અમેરિકાનો આગ્રહ માનવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.