મોદી જર્મની જી-૨૦ સમિટમાં

દક્ષિણ ચીન સમુદ્રમાં વિયેતનામની ભારત સાથેની ઓઇલ ડીલ રીન્યુ

સિક્કિમ સરહદ મામલે ભારત અને ચીન વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી છે.

ચીને ભારતની સરહદમાં ઘુષણખોરી કરીને બંકરો ઉપર બુલડોઝરો ફેરવ્યા બાદ બંને દેશોના સૈનિકો સામ-સામે આવી ગયા છે. સરહદ મામલે ભારતે નમતુ ન જોખતા ચીન ભુરાયુ બન્યુ છે અને ભારતને સતત ધમકીઓ આપી રહ્યું છે.

અગાઉ ચીને કહ્યું હતું કે, જો સિક્કિમ મામલે સમજુતી કરવી હોય તો ભારતે સેનાને પાછી ખેંચવી પડશે પણ ભારતે સિક્કમ સરહદે વધુ સૈનિકો મોકલયા હતા.

ભારતના આ પગલા બાદ ચીને ધમકી આપી હતી કે ક્ષેત્રીય સંપ્રભુતા માટે ચીન યુદ્ધ સુધી જવા પણ તૈયાર છે. આ ધમકી બાદ ચીને સિક્કિમ સરહદે યુદ્ધ અભ્યાસ શ‚ કર્યો છે.

જેના કારણે સરહદ ઉપરની તંગદિલી નવી ચરમસીમાએ પહોંચી ગઈ છે.

દરિયાઈ સરહદે પણ ચીન દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હોવાના પગલે ભારત જાપાન અને અમેરિકા દ્વારા સંયુકત નૌસેના કવાયતની જાહેરાત કરવામાં આવી હતી.

ભારત એક પછી એક મહત્વના નિર્ણયો કરી રહ્યું હોવાથી હવે ચીનના પેટમાં તેલ રેડાય રહ્યું છે. સરહદ ઉપર યુદ્ધની તૈયારીઓ પણ શ‚ કરી છે.

સરહદ ઉપરની તંગદિલી વચ્ચે તેવા આક્ષેપો કર્યા છે કે ભુતાન અને સિક્કિમ સરહદ મામલે ભારત પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યું છે.

ભારત પાસે કોઈપણ જાતના પુરાવા નથી. ચીનને બદનામ કરવા માટે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ભારત-ચીન વચ્ચેની તંગદિલી દરમિયાન વિયતનામે દક્ષિણ-ચીન સમુદ્ર મામલે મહત્વનો નિર્ણય કરતા ભારત સાથેની ઓઈલ ડીલને રીન્યુ કરી છે.

ચીન આ વિસ્તાર ઉપર કબજો જમાવીને બેઠું છે અને દક્ષિણ સમુદ્રમાં ચીન સમુદ્રમાં ચીનના પગપેસારાના કારણે તંગદિલી ફેલાઈ છે. તેવામાં વિયેતનામનું આ પગલુ ચીનને તમાચા સમાન બની રહ્યું છે. તેમજ આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેટલાય એશિયાઈ દેશો ભારતની પડખે ઉભા છે.

વિયેતનામ ઉપરાંત મલેશિયા પણ ચીનના વિરોધમાં છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનનો પગપેસારો રોકવા માટે વિયેતનામ ભારતને આ વિસ્તારમાં મજબુત કરવા માંગે છે. જેથી બેફામ રીતે વિસ્તરી રહેલું ચીન માપમાં રહે.

ચીન સાથેની તંગદિલી વચ્ચે મોદી આજે જર્મનીના હેમબર્ગમાં જી-૨૦ સમીટ માટે પહોંચ્યા છે.

જેમાં આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર બાબતે મહત્વની વાતચીત કરવામાં આવશે.

આ સમીટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે, ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ સહિતના ઉપસ્થિત રહેવાના છે.

આ બેઠકમાં ભારત-ચીન વચ્ચેની તંગદિલી બાબતે પણ આક્ષેપો ઉઠે તેવી સંભાવના દેખાઈ રહી છે. તમામ રીતે પાસાઓ ભારતની દિશામાં જઈ રહ્યા છે. ભારત વિશ્ર્વભરમાં પોતાનું નામ આગળ વધારી રહ્યું છે. ભારતને મજબુત બનતા જોઈને ચીન ભુરાયું બન્યું છે. તેમાં પણ ચીનની ઓબીઓઆર યોજના ભુતાનથી શ‚ થઈ રહી છે અને ભારત આ યોજનાનો વિરોધ કરી રહ્યું છે. જેના પરીણામે ચીન દ્વારા સતત ભારતનો તમામ ક્ષેત્રોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.