આર્થિક પરિબળે સરકારને વિવશ કરી!
ચીનની ટીકટોક અને ભારત દેશમાં પ્રચલિત થયેલી આ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, ટીકટોક હવે ભારતમાં નહીં જોવા મળે પરંતુ આર્થિક પરિબળોને જોઈ સરકાર પણ વિવશ થઈ ગઈ છે. ૧૨,૦૦૦ કરોડનાં રોકાણ સાથે ચીનની ટીકટોક કંપની ભારતમાં ખુબ જ ખ્યાતી પ્રાપ્ત કરી છે. મદ્રાસ હાઈકોર્ટે બુધવારે ટીકટોક એપ્લીકેશન પરથી પ્રતિબંધ હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે આ અગાઉ એપ્લીકેશન પર પ્રતિબંધ મુકયો હતો અને આજે કોર્ટે પ્રતિબંધ પણ હટાવી દીધો છે.
ટીકટોક એપ્લીકેશનથી પોનોગ્રાફી ફેલાતી હોવાનું સામે આવ્યું હતું જોકે ટીકટોક માટે ભારતીય માર્કેટ ઘણું મોટું છે તેથી પ્રતિબંધનાં કારણે કંપનીએ પણ કરોડો રૂપિયા ગુમાવવાનાં થાય તેવું પણ સ્પષ્ટ થયું હતું. અગાઉ મદ્રાસ કોર્ટનાં નિર્ણયનાં કારણે ગુગલે પ્લે સ્ટોરમાંથી આ એપ્લીકેશનને હટાવી લીધી હતી જે પછી નવા યુઝર્સ તેને ડાઉનલોડ કરી શકતા ન હતા. હવે કહેવાય છે કે, આગામી સમયમાં એપ્લીકેશન ફરીથી ડાઉનલોડ કરી શકાશે. ટીકટોક મામલે ગઈ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટને ટીકટોક પર લાગેલા અંતરીમ પ્રતિબંધનાં નિર્ણય પર ફરી વિચારવાનું કહ્યું હતું.
કોર્ટે આ આદેશ તામિલનાડુનાં સુચન તથા પ્રસારણમંત્રી મણીકંદનનાં નિવેદન બાદ નિર્ણય આપ્યો હતો. ટીકટોક પર જે સમયે પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારે ચીની કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો આ એપ્લીકેશન પર બેન લગાવવામાં આવે તો તે ભારતની જનતાનાં બોલવાની આઝાદી પર પ્રતિબંધ લગાવાયો હશે તેવું મનાશે. ટીકટોક એક સોશિયલ મિડીયા એપ છે કે જેને ચીની કંપનીએ લોન્ચ કરી હતી. સુધીમાં આ એપ્લીકેશનનાં ડાઉનલોડની સંખ્યા ૧૦૦ કરોડથી પણ વધી ગઈ હતી ત્યારે હવે ભારતમાં એપ્લીકેશન સ્ટોર અને ગુગલ પ્લેમાં ફરીથી ટીકટોક ઉપલબ્ધ થઈ છે.