નિર્દેશક શ્રીરામ રાઘવનની થ્રિલર – ડ્રામા ફિલ્મ અંધાધુને બોલિવૂડમાં ધૂમ મચાવ્યા પછી ચીનની બોક્સઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાની છપ્પરફાડ કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે
ચીનમાં અત્યારે બોલીવુડ ફિલ્મો ધમાલ મચાવી રહી છે. બોલીવુડ બિઝનેસના ઓવરસીઝ માર્કેટમાં ચીન મહત્વનો દેશ બની ગયો છે.
આમીર ખાનની ફિલ્મ દંગલ અને સિક્રેટ સુપર સ્ટારને ચીનમાં ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ તેની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને મોળો પ્રતિસાદ મળ્યો હતો. અત્યારે ડિરેક્ટર શ્રીરામ રાઘવનની થ્રિલર ડ્રામા ફિલ્મ અંધાધુને બોલિવૂડમાં ધૂમ મચાવ્યા પછી ચીનની બોક્સઓફિસ પર કરોડો રૂપિયાની છપ્પરફાડ કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આયુષ્યમાન ખુરાના, તબુ અને રાધિકા આપ્ટે અભિનીત આ ફિલ્મે ચીનમાં રિલીઝ થયાના ૧૩ દિવસની અંદર બંપર કમાણી કરી છે. આ ફિલ્મ ચીનમાં પિયાનો પ્લેયરના નામે ૩ એપ્રિલના દિવસે રિલીઝ કરવામાં આવી હતી.
તાજેતરના વર્ષોમાં આપણે ચીનને ફિલ્મો વહેચીએ છીએ. એક સમયે ચીનના રમકડાંનો જમાનો હતો. તેઓ આપણને રમકડાં વહેચતા હતા. હવે આપણે તેમને ફિલ્મો વહેચીએ છીએ.
ફિલ્મ અંધાધૂન ચીનની માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. આયુષ્યમાન ખુરાના તબ્બુ અને રાધિકા આપટેની ફિલ્મ અંધાધૂનને ભારત ઉપરાંત ઓવરસીઝ માર્કેટમાં પણ સારો આવકાર મળ્યો હતો. ડિરેક્ટર શ્રીરામ રાઘવનની થ્રિલર ડ્રામા ફિલ્મ અંધાધુને બોલિવૂડમાં ધૂમ મચાવ્યા પછી ચીનની બોક્સઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાની છપ્પરફાડ કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. નિર્માતાએ આપેલી માહિતી પ્રમાણે દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, બજરંગી ભાઈજાન અને હિન્દી મીડિયમ પછી ૨૦૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરનારી આ પાંચમી બોલીવુડ ફ્લ્મિ છે. આ મામલે શ્રીરામ રાઘવને એક નિવેદન આપતા કહ્યું છે કે અમને અહેસાસ નહોતો કે એક નાના પ્રયોગ તરીકે બનાવેલી આ ફિલ્મ આટલી લાંબી મજલ કાપશે.
અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપૂરને પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર બિઝનેસ મળ્યો હતો. જેમાં વરૂણ ધવન અને નવાઝુદ્દીન સિદ્દીકીની જબરદસ્ત અદાકારી જોવા મળી હતી.
બોલીવુડ ફિલ્મો દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, હીંચકી બજરંગી ભાઇજાન, હિન્દી મીડિયમ વિગેરે ચીનમાં નોંધપાત્ર દેખાવ કરી ચૂકી છે. સુલતાન, બાહુબલિ – ૨ અને મણિકર્ણિકા પણ ચીનમાં રિલીઝ થઈ હતી. પરંતુ ચીનના દર્શકોને પસંદ નથી આવી.
જેવી રીતે ભારતમાં અત્યારે હોલીવૂડ ફિલ્મોનો ક્રેઝ છે તે રીતે ચીનમાં પણ બોલીવુડ ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે. માર્વલની સુપરહિરો સીરિઝ ’એવેન્જર્સ એન્ડગેમ’એ રિલીઝ પહેલાં જ ભારતમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ઓનલાઈન મૂવી ટિકિટ એપ બુક માય શોમાં દર સેક્ધડે ૧૮ ટિકિટ્સ બુક થઈ રહી છે. ’એવેન્જર્સ એન્ડગેમ’ ૨૬ એપ્રિલે ભારતમાં ચાર ભાષા(હિંદી, તમિળ, તેલુગુ તથા અંગ્રેજી)માં રિલીઝ થઈ રહી છે.