વૈશ્વિક રાજકારણ અને સૈન્ય તાકાતમાં અમેરિકને હંફાવવાની સાથોસાથ સાયન્સ સુપરપાવર’ બનવાનું  સ્વપ્ન પણ ચીનનું હતું. પરંતુ સાયન્સ સુપરપાવર’ના સ્વપ્નને ચીનમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરખી ગયો છે. ૨૦૧૨ બાદ ચીનમાં બોગસ સંશોધન પત્રો રજૂ કરાયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન વિશ્વના તમામ દેશોએ ફગાવેલા સંશોધન પત્રો જેટલા સંશોધન પત્રો એકલા ચીનમાં ફગાવાયા છે. સંશોધન ક્ષેત્રે મસમોટા કૌભાંડો થયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. હવે ચીનના વિજ્ઞાનની ગુણવતા પણ લથડી છે! ૨૦૧૭માં રજૂ કરાયેલા બાયોલોજિકલ સંશોધન પત્રોમાં મોટા ભાગના રિવ્યુ ખોટા હોવાનું નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.