‘મેં દંગલ જોઈ, મને ખૂબ ગમી’: જિનપિન્ગ
ફિલ્મ દંગલ ચીનના રાષ્ટ્રપતિ કિસ જિનપિન્ગે જોઈને પ્રસંશાના પુષ્પો વેર્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતુ કે મેં દંગલ જોઈ અને મને ફિલ્મ ખૂબ જ ગમી છે.
ઉલ્લેખનીય છે કે બોલીવૂડના મિસ્ટર પરફેકશનિસ્ટ આમીર ખાનની દંગલ મૂવી ચીનમાં કેન્ટોનીસ (ચાઈનીઝ) ભાષામાં ડબ રીલીઝ થઈ છે. ચીનમા દંગલે ૧૧૦૦ કરોડ ‚પિયાનો બિઝનેશ કરીને સફળતાના ધજા-પતાકા ફરકાવ્યા છે. દંગલે વર્લ્ડવાઈડ ‚પિયા ૨૦૦૦ કરોડનો બિઝનેશ કર્યો છે.
ફરી વાત કરીએ ચાઈનીઝ પ્રેસિડેન્ટ જિનપિન્ગની તો તેઓ નરેન્દ્ર મોદીને કઝાખસ્તાનમાં શાંધાઈ શિખર પરીષદ દરમિયાન મળ્યા ત્યારે ફિલ્મ દંગલનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પ્રેસિડેન્ટે કહ્યું કે ચીનમાં ભારતીય મૂવી દંગલ સુપરડુપર હીટ જઈ રહી છે. મેં દંગલ જોઈ અને પર્સનલી મને આ મૂવી બેહદ ગમી છે. હકીકતમાં આમીર ખાન ‘પારસમણી’ છે. તે પથ્થરને પણ હાથ લગાવે તો પારસ એટલે કે સોનું બની જાય છે. દંગલ અગાઉ આમીર અનુષ્કાની ફિલ્મ ‘પીકે’એ પણ ચીનમાં જાેરદાર વકરો કર્યો હતો.આમીર ખાનની દંગલને ઘર આંગણે અદભૂત આવકારમળ્યા બાદ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, બ્રિટન, ન્યુઝીલેન્ડક, સાઉથ આફ્રિકા અને આરબ દેશોમાં પર ભારતીયો અને અન્ય સમુદાયે (ડબ વર્ઝન) પણ વેલકમ કર્યું છે.