Smartphone કંપનીઓનાં માર્કેટ શેરનાં આંકડા આવી ગયા છે. તેના મુજબ ભારતીય બજારમાં ટોપ સ્માર્ટફોન બ્રાંડમાં સેમસંગ નંબર-૧ છે. જ્યારે બીજા નંબર પર ચીની કંપની Vivo છે. ત્રીજા નંબર પર પણ ચીની કંપની Xiaomi છે. તેટલું જ નહી. ચોથા અને પાંચમાં નંબર પર પણ ચીની કંપની Oppo અને Lenovo છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, આ ચીની સ્માર્ટફોન કંપનીઓનો કુલ આંકડો લેવામાં આવે તો માર્કેટ શેરના મામલે સેમસંગથી વધારે છે
કાઉન્ટર પોઈન્ટ રીસર્ચ ફર્મનાં મુજબ આ ટોપ-૫ કંપનીઓને કુલ ભેળવીને ભારતમાં હેન્ડસેટ માર્કેટ શેર ૭૦ ટકા છે. ટોપ-૫ માં ચાર કંપનીઓ ચીનની છે. આશ્ચર્યચકિત કરનાર તથ્ય છે કે, ભારતીય સ્માર્ટફોન બજારમાં નંબર-૧ અને નંબર-૨ ની રેસમાં ચીની અને કોરિયન કંપનીની ટક્કર છે. એક તરફ સાઉથ કોરિયન કંપની સેમસંગ છે. જે સતત નંબર-૧ પર છે, બીજીતરફ ચીની કંપનીઓ ઓપ્પો, વિવો અને વન પ્લસ છે જે કમોબેશ એક જ પેરેન્ટ કંપનીની અંદર આવે છે.
GSK નાં રીપોર્ટ મુજબ ચીની કંપની વિવો માત્ર બે વર્ષનાં વેચાણ અને બ્રાંડ અવેરનેસનાં મામલે ૨ ટકાથી ૧૫.૪૯ ટકાની વધારો થયો છે. ૨૦૧૪ માં કંપનીએ ભારતમાં પગ મુક્યો હતો અને આ દેશની સૌથી મોટી સ્માર્ટફોન કંપની બની ગઈ છે.
કદાચ તમને તે જાણ ન હોય કે, Vivo, Oppo અને OnePlus ત્રણેય સ્માર્ટફોન કંપનીઓ એક જ પેરેન્ટ કંપનીની અંદર આવે છે. ચીની કંપની BBK ઇલેક્ટ્રોનિક્સ આ ત્રણેય કંપનીનું માર્કેટિંગ કરે છે. એટલું જ નહી Vivo અને Oppo સંપૂર્ણ રીતે BBK ઇલેક્ટ્રોનિક્સની સબસિડ્રી કંપનીઓ છે. જ્યારે OnePlus પણ કેટલીક હદ સુધી BBK ઇલેક્ટ્રોનિક્સનો હિસ્સો છે.
Vivo મોબાઈલ ઇન્ડીયાનાં ચીફ માર્કેટિંગ ઓફિસર વિવેક ઝાંગે કહ્યું છે કે, ‘આપણી કંપની પહેલી ચીની સ્માર્ટફોન કંપની છે, જેમાં ભારતમાં પોતાનો પ્લાન્ટ લગાવ્યો છે.’ આ કંપનીનું માર્કેટ શેર ૧૫.૨ ટકા છે, જ્યારે ૨૦૧૬ નાં અંતિમ ક્વાર્ટરમાં ૧૦.૬ ટકા જ હતું.
Oppo એ પણ ભારતીયમાં ૨૦૧૪ માં પગલું રાખ્યું હતું અને હવે કંપની માટે ભારતીય બજાર સૌથી મહત્વપૂર્ણ બજાર બની ગયું છે. હાલમાં કંપનીનું માર્કેટ ૯.૧ ટકા છે, જ્યારે ૨૦૧૬નાં અંતિમ ક્વાર્ટરમાં ૭.૫૬ ટકા રહ્યું હતું.
Xiaomi ની વાત કરીએ તો તેમાંથી ૨૦૧૪ માં ભારતીય બજારમાં દસ્તક આપી છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ છે કે, હવે Xiaomi દેશની સૌથી પોપ્યુલર સ્માર્ટફોન કંપની છે. ગયા વર્ષે તેનો માર્કેટ શેર ૧૦ ટકા રહ્યું છે.