આ વાયરસ સામાન્ય રીતે માણસો તેમજ પ્રાણીઓમાં શ્ર્વસનતંત્રજ ને અસરકર્તા છે : સાવચેતી માટે માસ્ક પહેરવાને વારંવાર હાથ ધોવા જરૂરી છે

knowledge corner LOGO 5

છેલ્લા કેટલાંક વર્ષો દુનિયામાં અલગ-અલગ દેશોમાં  સાર્સ, બર્ડફલુ, સ્વાઈન ફલુ, ઈબોલા અને જીકા વાયરસને કારણે  માનવજાતી મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે .વૈજ્ઞાનિકોએ રસી વિકસીત કરીને તેનો  ખતરો  ઓછો કર્યોે પણ હજી ઘણા વાયરસ મેડીકલની ભાષામા અસાધ્યની વ્યાખ્યામાં આવે છે.

કોરોના વાયરસ આ નામ હમણાં થોડા દિવસથી વૈશ્ર્વિક ચર્ચામાં  આવ્યો આ વાયરસની દુનિયાભરમાં ચિંતા છે.ભારત જેવા દેશો પાસે સાવધાની રાખવા સિવાય  બીજો કોઈ  વિકલ્પ નથી.

કોરોના વાયરસ ના વધતાં  પ્રકોપે સવાલ ઉભો કર્યોે કે ગમે તેવા આધુનિક દેશો-દુનિયામાં ચીન જેવી અર્થવ્યવસ્થા પણ લાચાર થઈ ગઈ મેડીકલ સાયન્સે પણ પહેલા માણસ-માણસથી નહી ફેલાય બાદમાં આ વાયરસ ભયંકર ચેપ વાળો છે તેમ કહેલ નવા વાયરસને ઓળખવા, તેની તાકાતમાં મેકીકલ સાયન્સ થાય ખાય ગયું છે.

ચિનમાંથી પ્રસરેલ કોરોના વાયરસે સમગ્ર વિશ્ર્વને બાનમાં લીધુ.ઘણા પ્રતિબંધો મુકવાથી બે કરોડ લોકો પ્રભાવિત થયા છે.ચિનમાંતો  સાર્વજનિક,જગ્યાઓ બંધ કરી દીધી છે. ચિનનો હુબેઈ  વિસ્તારતો આ વાયરસ  પુર્ણ રીતે પ્રભાવિત છે.કોરોનાનો કહર એટલો ભયંકર છે કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ અને વૈશ્ર્વિક મહામારી જાહેર કરવા મીટીંગ બોલાવવી પડી. આ વાયરસ ખુબજ ઝડપથી ફેલાય છે આના સંક્રમણને કારણે ન્યુમોનીયા હોય એવો ભમ્ર તબીબને થાય છે.આજે તો કોરોના વાયરસ ચિનની લરહદો ઓળંગી દુનિયા કોરોના વાયરસ છે શું?

આ વાયરસ સામાન્યરીતે માણસો તેમજ પ્રાણીઓમાં શ્ર્વસનતંત્રને અસરકર્તા છે. જે માનવીને શ્ર્વાસ લેવામાં તકલીફ વધારે તાવ આવવો, ન્યુમોનિયા વિગેરે જેવી તકલીફો  ઉભી કરે છે. જેના લક્ષણોમાં માથાનો દુ:ખાવો, ગળુ સુકાવવું કે કફ થવો, સ્નાયુનો દુ:ખાવો કે નાકમાંથી પાણી પડવું  જેવા છે. આની સાવચેતીમાં  માસ્ક પહેરવાને વારંવાર હાથ ધોવા જરૂરી છે કોરોના વાયરસ શ્ર્વસન માર્ગની બીમારીનુ કારણ બને છે.

વાયરસની આ મૌસમમાં  હાથ મીલાવીને  અભિવાદન ન કરતાં  ભારતીય સંસ્કૃતિ મુજબ બે હાથ જોડીને નમસ્તે કરવું  જેથી બન્ને પ્રશ્ર્ને ચેપ ફેલાવવાની શકયતા ન રહે.

કોલકતામાં થાઈલેન્ડની યુવતીનું કોરોના વાયરસથી મોત થવાની આશંકા,તો હરિયાળા-પંજાબમાં છ શંકાસ્પદ દર્દી મળી આવતાં  ભારતનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.જો કે ભારતમાં હાલ પુરતો ખતરો નથી પરંતુ સાવચેતી અતી જરૂરી છે.આ વાયરસ પ્રાણીઓમાંથી ઉત્પન થાય છે.જે પ્રાણીમાંથી મનુષ્યોમાં માંથી મનુષ્યોમાં પ્રવેશે છે. કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં એક અલગ પ્રકારનો ડર છે, આ વાયરસ ચીનમાં ઉત્પન થયો પરંતુ ચીનમાંથી બીજા દેશમાં પ્રવાસ કરનારા લોકો આ વાયરસને પોતાના શરીરની અંદર લઈ જઈને પોતાના દેશમાં પણ ફેલાવી રહ્યા નો ખતરો આજે વિશ્ર્વભરમાં ફેલાઈ રહ્યો છે.આરોગ્યમંત્રાલયે તાત્કાલીક જાહેર જનતાને સુચના આપી કે આ એક ખતર નાક વાયરસ છે ચિનથી  બીજા દેશોમાં  ફેલાયો છે. એકવાર ચેપ લાગે પછી  તેનો કોઈ ઉપાય  નથી. નિવારણ માટે તમારા  ગળાને ભેજવાળું રાખવું – સુકાવવા નદેવું  તમારી તરસ પકશોનહી કારણકે ગળું  સુકાય જાય તો ગળામાં  મેમ્બ્રેન સુકાય જાયને વાયરસ  ૧૦મીનીટમાં શરીરમાં પ્રવેશ કરી લે છે.માર્ચ ૨૦૨૦ સુધી ગીચ-ભીડ વાળા સ્થળોએ નજવું. ખાસ કરીને ટ્રેન અથવા જાહેર પરિવહનમાં ઉપયોગ ટાળવો, માસ્ટર પહેરવું  આટલી તકેદારી રાખવી.કોરોનાથી બચવા અધ્યાત્મિક ગુરૂ દલાઈલામાં એ તારા મંત્ર તેનાં અનુયાયીને આપ્યો છે.તેણે મંત્રની  વોઈસ કલીપણ શેરકરી છે.ચીન શરૂ કરીને હાલ છેલ્લા આંકડા મુજબ નેપાળ, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર,દક્ષિણ કોરીયા, જાપાન, તાઈવાન, વિયેટ નામ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાંસ, અમેરીકા વિગેરે જેવા દેશોમાં કોરોના વાયરસના કેસો નોંધાય ચુકયા છે.આયનાના લોકોનાં સીફુડ ચલણને કારણે ત્યાથી કોરોના વાયરસ ફેલાયાનું  વૈજ્ઞાનિક માની રહ્યા છે.ચીની લોકો અજગર, ઊંદર, ગરોડી, ચામાચીડીયું ,વિગેરે જેવાનું  મીટખળા હોય છે. પશુઓમાંથી  કે આવા ખોરાકને કારણે  કોરોના વાયરસ વર્કયો છે. તેમ સંશોધનકારો માની રહ્યા છે. જોકે હાલતો તેની રોકથામ માટે  વિશ્ર્વભરના  વૈજ્ઞાનિકો કામે લાગી ગયા છે.ચીનમાં કેટલાક ગામ ખાલી કરાવ્યા તો કેટલાક ગામોમાં બીજા પ્રવેશ નકરે તે માટે રસ્તાખોદી નાંખેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.