ચીન નેવી બેઝ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની પાસે બનાવશે
ચીન વિદેશમાં તેમનું બીજું નેવી બેઝ બનાવવાનું પ્લાનિગં કરી રહ્યું છે. ચીન આ વખતે પાકિસ્તાનમાં તેમનું બીજુ નેવી બેઝ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ચીનના મિલેટ્રી એનાલિસ્ટ ઝોઉ ચેનમિંગના જણાવ્યા પ્રમાણે, નેવી બેઝ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની પાસે બનાવવામાં આવશે. ચીન પાકિસ્તાનમાં નેવી બેઝ બનાવીને ભારત પર પ્રભુત્વ મેળવવા ઈચ્છે છે. આ પહેલાં ચીને આફ્રિકામાં જિબૂતીમાં નેવી બેઝ બનાવ્યું છે. અન્ય એક રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, જો અમેરિકા પાકિસ્તાન ઉપર પ્રેશર વધારશે તો તે ચીનની નજીક પણ જઈ શકે છે. નોંધનીય છે કે, 46 અબજ ડોલરમાં બનેલુ ચીન-પાક ઈકોનોમિક કોરિડોર (CPEC) ગ્વાદરને શિનજિયાંગ સાથે જોડશે.