- ડ્રેગનનો ભરોસો કરાય ખરા?
- સરહદે હિન્દી – ચીની ભાઈભાઈના સુત્રોને બ્રહ્મપુત્ર નદી પર ડેમ બાંધીને ડ્રેગન ભારત સાથેની કુટનીતિમાં શત્રુની ભૂમિકા ભજવશે?
ભારત ચીન વચ્ચેના સંબંધો હંમેશા પડોશી થી વધુ પ્રતિસ્પર્ધીના રહ્યા છે, વારંવાર સરહદે વિવાદ અને ભારતીય પ્રદેશોના નામ પોતાના નકશામાં ચીનના પ્રદેશ તરીકે બતાવવાની હરકત વારંવાર ડ્રેગન ના નામે ચડતી આવી છે, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં ચીનનજીકની આંતરરાષ્ટ્રીય જળ સીમામાં પણ વારંવાર ચીનના યુદ્ધ જહાજોની ગેરકાયદેસર કવાયત અને વેપારી જહાજોને મુશ્કેલી સર્જાય તેવી હરકતો કરનાર ચીન હવે ભારત સામે સરહદે શાંતિ ની વાતો કરી રહ્યું છે, પરંતુ મુખમેં રામ અને બગલ મે છુરી જેવી બે મોઢાની વાતો કરનાર ડ્રેગન ની કુટનીતિ બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવાનો પ્રોજેક્ટ મૂકીને છતી થઈ છે.
ભારત અને ચીન વચ્ચે બ્રહ્મપુત્ર નદી ના પાણી અંગે થયેલી સંધિ અને બ્રહ્મપુત્ર નદીના જળ રાશિ ના સંતુલિત ઉપયોગ બંને દેશની આર્થિક સામાજિક અને સૈન્યની વ્યુહરચના પર ભારે અસર કરે છે, ચીન રાજકીય કુટનીતિ અને ભેદભરમની હિલચાલ માટે વર્ષોથી જાણીતું છે ચીન ની વર્તમાન વિદેશ નીતિમાં સુંન તુઝું ની પ્રાચીન યુદ્ધ કુટનીતિ ની અસર જોવા મળે છે, ચીન પોતાના શત્રુઓને ક્યારેયપોતાની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના અણસાર ન આવે તેવી રીતે અખ્ત્યાર કરીને ચીન હાલમાં ભારત સાથે સરહદે શાંતિ માટેની વાટાઘાટોની તરફેણ કરી રહ્યું છે તો બીજી તરફ પૂર્વ લડાખમાં ચીન વિશ્વનો સૌથી મોટો ડેમ નિર્માણ કરીને ભારતની સરહદે બ્રહ્મપુત્રા નદી પર તિબેટમાં મોટો જળ બોમ્બ તૈયાર કરી રહ્યું છે.
ચીન સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સિંચાઈ પરિયોજના નું નિર્માણ કરી રહ્યું છે, અરુણાચલ પ્રદેશ અને ભારત અને બાંગ્લાદેશના નીચાણ વાળા વિસ્તારોમાં ચીન ના આ મહાકાય ડેમે ચિંતા ઉભી કરી છે,
ચીન બ્રહ્મપુત્રા પર મહાકાય ડેમ બનાવવાના પ્રોજેક્ટમાં કોઈને વિશ્વાસ માં લેવાનું મુનાસિબ સમજતું નથી ,બીજી તરફ બેજિંગ સત્તાવાળાઓએ આ નિર્ણયનો બચાવ કરતા દાવો કર્યો છે કે ચીન આ પરિયોજનાથી યારજાગો જેવા અવિકસત અને પછાત વિસ્તારોના વિકાસ માટે પ્રયત્નો કરી રહ્યું છે, જોકે તેણે નીચાણ વાળા વિસ્તારોમાં ઉભી થનારી પરિસ્થિતિ નો વર્ષોના અધ્યયન બાદ ઉકેલ લાવવાની દિશા માં પણ કાર્યવાહી હાથ ધરી છે .
ચીન આ યોજનાને વ્યાજબી ગણાવે છે પરંતુ ભારત અને પર્યાવરણતજજ્ઞ આ યોજનાને હરગીજ વ્યાજબી ઠેરવતા નથી અને ચીન હિમાલયન નદીઓ પર બાંધો બાંધવાની રણનીતિ પર આગળ વધી રહ્યું છે તેની સામે વિશ્વ એસજાગ થવા નો સમય પાકી ગયો છે
બ્રહ્મપુત્રા નદી પર બાંધ બાંધવાની ચીનની રણનીતિ પ્રારંભથી જ શંકા ના દાયરામાં ગણવામાં આવી રહી છે, આ પરિયોજના ભારત માટે જળ બોમ્બ સાબિત થાય તેવી ચિંતા વ્યક્તકરવામાં આવી રહી છે ચીનના 14માં પંચવર્ષીય યોજના માં2021 થી 25 દરમ્યાન બ્રહ્મપુત્રા પર વિશાળકાઈ ડેમ બનાવવા ના આયોજના ની 2020 માં જાહેરાત કરવામાં આવી હતી.
ચીનના જ એક વર્તમાન પત્રમાં બ્રહ્મપુત્રા પાસે નું આ ડેમ પૃથ્વીની સક્રિય પ્લેટ નજીક હોવાથી તે ધરતીકંપની આશંકા પણ ઉભી કરે છે અને ભારતના વેચાણવાળા વિસ્તારોમાં મોટી ખોવારીનું કારણ બને એમ છે 2012 ના અહેવાલમાં કેનેડાની એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પણ આ પરીયોજના ને ભૂકંપ સર્જક ગણાવીને તેનો વિરોધ કર્યો હતો ચીન દ્વારા વિશ્વ પર્યાવરણ વિદ્ ની ચેતવણીની અવગણના કરી અગાઉ યર લુંગા અને દાદુ મીન અને યેલો રિવર પર ડેમ બાંધ્યા છે .ચાઇના અગાઉ 1.5 મિલિયનડોલરના ખર્ચે જેમ હાઇડ્રો પાવર સ્ટેશન નું 2015માં નિર્માણ કરી દીધું છે ભારત અને ચીન વચ્ચે ના સંબંધોની વાત છે ત્યાં સુધી ચીન ગમે ત્યારે બ્રહ્મપુત્ર નદીની જળ રાશિ ભારત સામે શસ્ત્ર તરીકે વાપરી નાખે સાથે ભારતની તેવી સંધિ છે કે તે એક થી 15 ઓક્ટોબર સુધી દર વર્ષે બ્રહ્મપુત્ર માંથી પાણી છોડવાની વિગતો આપે 2017 માં ચીને આ વિગતો આપવાનો ઇન્કાર કરી દીધો હતો તેનાથી નીચાણ વાળા વિસ્તારોમાં બોર્ડની પરિસ્થિતિ અંગે આગોતરા આયોજન ન કરી શકાય અને તેના કારણે આસામમાં અગાઉ પૂરના કારણે મોટી સંખ્યામાં મૂર્તિ થયા હતા ચીનની આ હરકતથી ભવિષ્યમાં ચીન ભારત સામે બ્રહ્મપુત્ર નદીનું પાણી શસ્ત્ર તરીકે વાપરે તેની આશંકા સિવાય રહી છે ચીનનો કોઈ પણ સંજોગોમાં ભરોસો થઈ શકે તેમ જ નથી તે નિર્વિવાદ હકીકત બ્રહ્મપુત્ર નદી પર ડેમ નિર્માણની હિલચાલ થી સામે આવી છે.
બ્રહ્મપુત્રા પરનો આ ડેમ શા માટે ભારત માટે ચિંતાનું કારણ બની શકે?
ભારત આઝાદીકાળથી જ ચીનની જળાશય નિર્માણ ની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે વળી ચીજ કોઈપણ પ્રકારની જાણકારી કે માહિતી આપ્યા વગર સિંચાઈ યોજનાઓ અને જળાશયોનું નિર્માણ કરીને આંતરરાષ્ટ્રીય સંધિનું વારંવાર ઉલંઘન કરતું આવ્યું છે 201માં બે જગ્યાએ જન્મ મંગુ ડેમ બ્રહ્મપુત્રા નદી પર બનાવવાનો આયોજન કર્યું હતું. ભારતે ચીનના આ પ્રોજેક્ટમાં જળ સંધિ અને ખાસ કરીને પાણીના પ્રવાહ વાળવામાં નિયમો ની જાળવણીની હિમાયત કરી હતી તેની અવગણના કરી હતી 2014માં યુપીએસ સરકારે બ્રહ્મપુત્રા નદી પરની પરિયોજના અંગે ચીન પાસેથી વીક્કો માંગી હતી મનોહર પરીકર ઇન્સ્ટિટયૂટ ઓફ સ્ટડી એન્ડ એનાલિસિસ એ ચીન ના આ સભવિત ડેમને સુરક્ષાની રીતે જોખમી ગણાવ્યું હતું
ભારત ચીન વચ્ચે જળ રાશિની સ્થિતિ
ચીન હંમેશા પાણીની તંગી વાળું રાષ્ટ્ર બની રહ્યું છે અનેકવિધ પાણી સ્ત્રોત હોવા છતાં વિતરણ વ્યવસ્થા ના અભાવે ચીનમાં પાણીની કાયમી તંગી રહે છે ચીનમાં વિશ્વની કુલ વસ્તી ના 20% લોકો વધી રહ્યા છે પરંતુ તેની સામે માત્ર 7% જ પાણીના સ્ત્રોતો છે ભારતમાં વૈશ્વિકૃતિમાં 4 ટકાથી પણ ઓછો વસવાસ છે જ્યારેા ભારત પાસે 17% પાણી સ્ત્રોત છે
જળ- શસ્ત્રની પરિભાષા સમજવી જોઈએ!!
વર્તમાન સમયમાં સિંચાઇ યોજના કેનાલ અને ડેમ ના પાણી રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે શાંતકાળમાં આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ બની રહે છે બ્રહ્મપુત્ર નદી વિશ્વની સૌથી લાંબી નદી છે જે તિબેટ થી અરુણાચલ પ્રદેશ માં રહે છે ચીન ઉપરવાસના વિસ્તારમાં હોવાથી આ કુદરતી જળ સ્ત્રોત ને વધુમાં વધુ કાબુમાં રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તે વેચાણ વાલા વિસ્તારો ખાસ કરીને ભારત બાંગ્લાદેશ ના હિતને વારંવાર અવગણતું આવ્યું છે હાલમાં ચીન બ્રહ્મપુત્રા નદીના જળવિભાજન ની આંતરરાષ્ટ્રીય સંધિની સતત અવગણના કરીને જંગીરોકાણ કરીને બ્રહ્મપુત્રા નદી પર સતત પણે બાંધકામ કરી રહ્યું છે
એ અહેવાલમાં જણાવ્યું છે કે ચીન જગુમાં ડેમ ની 510 મેગાવટ સપ્તાહ 2010 માં પૂરી કરી ચૂક્યું છે અને હજુ વધુ ત્રણ ડેમ બાંધવા માટે તૈયારી કરી રહ્યું છે અગાઉ અમેરિકન સરકારે ચીનની ડેમ નિર્માણની પ્રવૃત્તિ અંગે ખાસ સર્વે કરાવ્યો હતો. જેમાં ચીનની અનેક નિયમ ભંગની બાબતો બહાર આવી હતી