21મી સદીના વેપાર ઉદ્યોગ અને ટેકનોલોજીના યુગમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીન પોતાની વધુ વસ્તી અને પૂરતા માનવ શ્રમ શક્તિના કારણે ઝડપથી ઉત્પાદન કરવામાં મહેર ગણાય છે પડતર કિંમત સસ્તી રાખીને વૈશ્વિક બજારમાં હરીફોને ડ્રેગન માટે હવે જાણે કે કપરો સમય શરૂ થયો હોય તેમ પોતાની ઉત્પાદન ક્ષમતા પર ગર્વ કરતાં ચીન ની કાચા માલની આયાત સતત પણે ઘટી રહી છે તેની સામે વૈશ્વિક હરીફો ડ્રેગનને વેપાર બજારમાં પાડી દેવા ના મૂડમાં હોય ચીનની આ આર્થિક મંદી સમગ્ર વિશ્વમાં મંદીનું સંકટ સર્જે તેવું જોખમ દેખાઈ રહ્યું છે
ચીનની અર્થવ્યવસ્થાની મંદી સમગ્ર વિશ્વમાં એલાર્મનું કારણ બની શકે છે આ માટે વૈશ્વિક આર્થિક નિષ્ણાતો માં ચીનની ઘટતી જતી ઉત્પાદન ક્ષમતા અંગે ચિંતા વ્યક્ત કરી છે અમેરિકાના પ્રમુખ જો બીડે ને તો ચીનની ઘટતી જતી આયાતને ચીન માટે આવડી ગણતરી જેવી સ્થિતિ ગણાવી છે તેમણે જણાવ્યું હતું કે ચીનની ઘડિયાળના કાંટા ઊંધા ફરવા લાગ્યા છે અને ચીનની આ મંદિ સમગ્ર વિશ્વ માટે સંકટ નો બને બને તો જ નવાઈ અર્થવ્યવસ્થામાં મંદી ઘણા દેશોના વેપારને અસર કરી રહી છે, ખાસ કરીને એશિયા અને આફ્રિકામાં. જ્યાં ચીન આર્થિક ખાધ ની અસર અને વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના નીચા ભાવને લઈને પરિસ્થિતિ નવો વળાંક લઇ રહી છે.
આર્થિક મહાસતા બનવાનું ચીનનું સપનું વૈશ્વિક મંદીમાં રોળાય જશે
વૈશ્વિક રોકાણકારોએ પહેલેથી જ ચીનના શેરબજારોમાંથી 10 બિલિયનથી વધુની રકમ ખેંચી લીધી છે, જેમાં મોટાભાગની બ્લૂ ચિપ્સ ના શેર નું વેચાણ થયું છે. ગોલ્ડમેન સેશ ગ્રુપ ઇન્ક. અને મોર્ગન સ્ટેન્લીએ ચાઇનીઝ ઇક્વિટી માટેના તેમના લક્ષ્યાંકો ઘટાડી દીધા છે, જેમાં પૂર્વે બાકીના પ્રદેશમાં સ્પિલઓવર જોખમોની ચેતવણી પણ આપી છે. આફ્રિકા ના દેશોની સાથે સાથે એશિયન દેશોનું અર્થતંત્ર પણ અત્યારે મંદીનો સામનો કરી રહી છે ત્યારે ચીન દ્વારા મોટર અને ચિપ્સની ખરીદી પર કાપ મૂક્યા બાદ જાપાન સામે પણ બે વર્ષમાં પહેલીવાર નિકાસમાં ઘટાડો નોંધાવ્યો છે આ જ રીતે દક્ષિણ કોરિયા થાઈલેન્ડના બેન્કિંગ ક્ષેત્રમાં પણ ચીનની મંદીની અસર અને ખાસ કરીને રિકવરી નબળી પરી હોવાના અહેવાલો જારી કર્યા છે
જોકે આ બધા પરિબળો વચ્ચે પણ વૈશ્વિક બજારને એક વાતની આશા છે કે ચીનની મંદીથી વૈશ્વિક ક્રૂડ બજારના ભાવ નીચે આવશે અને વિકસિત અને અલ્પ વિકસિત રાષ્ટ્રની રાજકોષીય ખાધમાં ઘટાડો આવશે તેલની ઘટતી કિંમતોથી વૈશ્વિક બજારમાં ભાવ નીચા આવશે અને અમેરિકા અને બ્રિટન જેવા દેશો માટે ફુગાવો નીચો લાવવામાં સાનુકૂળ સંજોગો ઊભા ચીનની આ મંદિર ભારત જેવા ઉભરતા અર્થતંત્ર માટે અનેક તત્વોનું નિર્માણ કરશે જેમાં વિદેશી રોકાણને આકર્ષવામાં ભારતને વધુ સાનુકૂળ પરિસ્થિતિ મળશે ચીનના આર્થિક સંકટના કારણે વૈશ્વિક રોકાણકારો ચીનની કંપનીઓમાંથી નાણા પરત કરીને ભારતમાં રોકાણ કરવા તરફ વળી રહ્યા છે
ડ્રેગનના પગ ડગમગતા વિશ્ર્વ પર મંદીનું સંકટ: ઉત્પાદન ક્ષમતા પર કોલર ઊંચા કરતા ચીનની કાચા માલની આયાતમાં સતત ઘટાડો: વૈશ્વિક હરીફો ડ્રેગનને વેપાર બજારમાં પાડી દેવાના મૂડમાં
આંતરરાષ્ટ્રીય મોનિટરના અહેવાલમાં જણાવ્યું છે કે ત્યારે તીન નો વિકાસ દર એક ટકા પહોંચતી વધે ત્યારે વૈશ્વિક વિસ્તારમાં તેની અસર 0.3 ટકા થાય છે વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ માને છે કે ચીનની આર્થિક ખાધ વૈશ્વિક બજારમાં તમામ પરિમાણોમાં નુકસાનકારક બને એવું નથી અત્યારે વિશ્વભરના દેશો ચીન સામેના વ્યવહારોમાં પણ હવે થોભો અને રાહ જોવાની નીતિ તૈયાર કરતા થયા છે ચીનની ઘટતી જતી આયાત તેના ઉત્પાદન ઉપર અસર કરશે તેમાં બે મત નથી આપોને તો એક એક થઈ છે હજી ત્રણ બાકી છે.
ચીન સામે વૈશ્વિક પ્રવચન ઉદ્યોગ મોટો પડકાર
ચીની ગ્રાહકો માલસામાન કરતાં મુસાફરી અને પર્યટન જેવી સેવાઓ પર વધુ ખર્ચ કરી રહ્યા છે- ચીન સરકાર દ્વારા કેટલાક દેશોમાં ગ્રુપ ટુરિઝમ પર પ્રતિબંધ પણ મૂક્યો છે ઘણી જગ્યાએ તો વિમાન સેવા જ નથી મળતી ચીન માટે પ્રવાસન ઉદ્યોગ પણ મોટો પડકાર બની રહ્યો છે રોગચાળા અને નબળા અર્થતંત્રે ચીનમાં આવક પર અંકુશ મૂક્યો છે, જ્યારે વર્ષોથી ચાલતા હાઉસિંગ માર્કેટમાં મંદીનો અર્થ એ છે કે મકાનમાલિકો પહેલા કરતાં ઓછા શ્રીમંત અનુભવે છે. તે સૂચવે છે કે થાઇલેન્ડ જેવા દક્ષિણપૂર્વ એશિયામાં પ્રવાસન-આશ્રિત રાષ્ટ્રોને અસર કરતા, રોગચાળા પહેલાં તેઓ જે સ્તરે હતા તે સ્તરે પાછા ફરવા માટે વિદેશી મુસાફરીમાં લાંબો સમય લાગી શકે છે.
ચીનની મંદીની વિશ્વમાં કેવી અસર પડે?
ચીન વિશ્વના 40 થી વધુ દેશો સાથે આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલું હોવાથી ચીનની મંદી વિશ્વના અર્થતંત્ર પર અસર કરનાર બની શકે છે ચીન એશિયામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો ફૂડ પ્રોડક્ટ મેટલ અને ઉર્જા સુધીના દરેક ક્ષેત્રમાં પોતાનો માલ વેચે છે ચીનની ઘટતી જતી નિકાસ સમગ્ર વિશ્વમાં તમામ બજાર ઉપર અસર કરે.
ડોલર સામે ડ્રેગન નબળું પડ્યું
ચીનની આર્થિક મુશ્કેલીઓ માં ડોલરની મજબૂતીએ વધુ પડકાર ઉભો કર્યો છે આ વર્ષે ડોલર સામે યુવાન 7.3% ઘટ્યું હતું સેન્ટ્રલ બેન્ક એ પણ યુવાનના અમૂલ્યન ને અટકાવવા માટે પ્રયાસો કર્યા છે પરંતુ અત્યાર સુધી તે કારગત નિવડિયા નથી અને વૈશ્વિક ચલણ સામે યુવાનમાં પાંચ ટકા જેટલો ઘસારો આવ્યો છેઑસ્ટ્રેલિયન ડોલર, જે ઘણીવાર ચીન માટે પ્રોક્સી તરીકે વેપાર કરે છે, તે આ ત્રિમાસિક ગાળામાં 3% થી વધુ ગુમાવ્યો છે, જે ગ્રૂપ-ઓફ-10 બાસ્કેટમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર છે.