ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસે કોઈપણ વ્યક્તિ પાંચ વર્ષની ફકત બે મુદ્દત માટે રાષ્ટ્ર પ્રમુખ બની શકે તેવી જોગવાઈ દૂર કરવાનો સુધારો મંજૂર કરતા ચીનના હાલના રાષ્ટ્ર પ્રમુખ સી જીનપીંગ માટે ચીનના સર્વેસર્વા બની રહેવાનો માર્ગ મોકળો બની ગયો છે. જીનપીંગ હવે આજીવન સત્તા ભોગવી શકશે. અત્યાર સુધીમાં ભારત તરફ જીનપીંગનું વલણ જોતા આગામી સમય બન્ને દેશોના સંબંધો માટે ખટાશ ભર્યા રહી શકે તેવી શકયતા છે.
જીનપીંગને અનિશ્ર્ચીત મુદ્દત માટે સંચાલન સોંપવાનો નિર્ણય માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્ર્વના તમામ લોકશાહી દેશો માટે ખતરારૂપ છે. ચીનમાં સામ્યવાદી સરકાર છે. જીનપીંગ જયારી ચીનના સત્તાધીશ બન્યા છે ત્યારી ફિલીપાઈન્સ, મલેશીયા, થાઈલેન્ડ, ભુતાન તેમજ સમુદ્રી અવા જમીની પાડોશી દેશો સો ચીનના સંબંધો કળતા રહ્યાં છે. સરમુખત્યારશાહી વલણ નાના દેશોને ડરાવી રહ્યું છે.
ચીન જીનપીંગના શાસનકાળમાં પાડોશી દેશોને શામ, દામ, દંડ, ભેદની નીતિી પચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધી જીનપીંગના શાસન બાદ નવો સત્તાધીશ સરમુખત્યારશાહી વલણ હળવું રાખશે તેવી આશા વિશ્ર્વને હતી. જો કે, હવે બે ટર્મની લીમીટની જોગવાઈ દૂર કરવામાં આવતા જીનપીંગ જ લાંબો સમય ચીન પર શાસન કરે તેવી શકયતાઓ છે. પરિણામે અનેક નાના દેશોની ઉંઘ હરામ ઈ ચૂકી છે.
ગઈકાલે ચીનની સંસદમાં હા ધરાયેલા મતદાનમાં ૨૯૮૦ પ્રતિનિધિઓમાંથી ફકત બે પ્રતિનિધિઓએ જ આ જોગવાઈ દૂર કરતા બંધારણીય સુધારાની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું. હાલનુ ચીની બંધારણ પાંચમી નેશનલ પીપલ્સ કોંગ્રેસ દ્વારા ૪ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ સ્વીકારાયું હતું. ત્યારી અત્યાર સુધીમાં ચીની બંધારણમાં ફકત ચાર વાર સુધારા કરાયા છે. છેલ્લો સુધારો ૨૦૧૪માં તત્કાલીન ચીની પ્રમુખ હુ જીન્તાઓના કાળમાં કરાયો હતો.