રમકડા, મોબાઈલ, ઈલેકટ્રોનિકસ આઈટમો પછી હવે ફાર્માસ્યુટીકલમાં ચાઈનાનો પગ પેસારો

રમકડા હોય, ઈલેકટ્રોનિકસ પાર્ટ હોય કે મોબાઈલ મેસેસરીઝ હોય ચાઈના હંમેશા તેમાં હસ્તક્ષેપ કરતું રહ્યું છે. જોકે હવે ચાઈનાનો માલ ફાર્માસ્યુટીકલ કંપનીમાં પણ આવતો થયો હોવાની ખબર છે.

દેશમાં વેચાતી બ્લડપ્રેશરની દવાઓમાં હવે ચાઈનાના જોખમી મટીરીયલનો ઉપયોગ થાય છે. ભારતના ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુરૂવારે ફાર્માસ્યુટીકલ કંપનીમાં વપરાતા રો-મટીરીયલ્સનો સર્વે કર્યો હતો. જેમાં હાઈપર ટેન્શનની દવામાં ચાઈનીઝ બનાવટની ઝેઝીંગયુહાઈ નામની ફાર્મા કંપનીનું મટીરીયલ યુઝ થયું હતું. મહત્વનું છે કે આ સર્વે બાદ ભારત સાથે યુએસ, જર્મની અને ઈટાલીમાં પણ ચાઈનાની કંપનીઓ દ્વારા મટીરીયલ મોકલવામાં આવે છે જે કેન્સર જેવી બિમારીને નોતરે છે.

ભારતમાં ચાઈનાની કંપનીનો માલ લઈ આવતી ભારતીય કંપની અને ઝેઝીંગ હ્યુડાઈને સોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે. આ પર્ટીકયુલર દવા હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાય છે અને જો આ દવા ન લેતા દર્દીને હાર્ટએટેક અને સ્ટ્રોક આવવાની સંભાવના રહેલ છે. યુએ સનીફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન તેમજ યુરોપની મેડીસીન્સ એજન્સીને આ ચાઈના મટીરીયલ અંગે તપાસ કરી રીવ્યુ આપવાનું જણાવ્યું છે પરંતુ ઝેઝીંગ હ્યુડાન નામની આ ચાઈનાની કંપની દ્વારા દવા બનાવવામાં આવતા રો-મટીરીયલ અંગે ૩૦ કોઈ ઠોસ જાણકારી મળી નથી.

યુએસની ફાર્માસ્યુટીકલ કંપની પણ આ ડ્રગને સપોર્ટ કરે છે. ભારત હાઈપર ટેન્શનએ લાઈફ સ્ટાઈલમાં કોમન બિમારી છે. ત્રણમાંથી બે વ્યકિત હાઈપર ટેન્શનથી પીડાતી હોય છે. દેશમાં વધતા જતા હાઈપર ટેન્શનના દર્દીઓને ધ્યાનમાં રાખી ચાઈના દ્વારા હવે ફાર્મા કંપનીઓમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી છે.જો તપાસ દરમ્યાન કોઈ અનિચ્છનીય મટીરીયલનો ઉપયોગ થયો હશે તો બંને ઉપર આકરા પગલા લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.