ચીને ટેકનોલોજીની દુનિયાનું નવુ કારનામું કરી બતાવ્યું છે અત્યાર સુધી આપણે સોલાર પેનલનો ઉપયોગ તો કર્યો છે. પરંતુ નિયંત્રિત માત્રામાં ત્યારે ચીને તો કમાલ કરી બતાવ્યું છે. ચીને વિશ્ર્વનો સૌ પ્રથમ સોલાર હાઇવે બનાવ્યો છે. એક કિલોમીટરની લંબાઇ ધરાવતો આ હાઇવે ઉર્જા ઉત્પન્ન કરવાની સાથે રોડ પરનો બરફ પણ ઓગાળશે. તો હાઇવેનો ઉ૫યોગ ભવિષ્યમાં વ્હીકલ ચાર્જ કરવા માટે પણ કરવામાં આવશે.
આ હાઇવે બનાવવામાં ટ્રાન્સલ્યુશન કોન્ક્રિટ, સિલિકોન પેનલ્સ કરવામાં આવ્યો છે. તો શિયાળામાં રોડ પર જામેલો બરફ ઓગાળવા સ્નો મેલ્ટિંગ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. તો ચીની એન્જીનીયર્સો હજુ આ હાઇવે દ્વારા વિજળી ઉત્પન્ન કરવાના પણ વિચારો ધરાવે છે. તો આ હાઇવે દ્વારા એક વર્ષમાં ૧ કરોડ કિલોવોલ્ટ વિજળ ઉત્પન્ન કરવામાં આવશે. જે ચીન માટેની એક મોટી સિદ્વિ સાબિત થશે. જો કે આ રોડને બનાવવા પાછળ એક સ્કવેર મીટરનો ખર્ચ રુપિયા ૩૦ હજાર છે.