ગત વર્ષ કરતા સાત ગણો વધારો તા અનેક દેશોની મુશ્કેલી વધી
ચીન વર્ષ ૨૦૧૮માં પોતાના ડિફેન્સ બજેટમાં ૮.૧ ટકાનો વધારો કરવા જઇ રહ્યું છે. રાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરવામાં આવેલા બજેટ રિપોર્ટ અનુસાર, બજેટમાં આ વધારો ગત વર્ષની સરખામણીએ સાત ગણો છે. આ બજેટ ભારતની સરખામણીએ અંદાજિત ત્રણ ગણું છે. ૧૩મી એનપીસીની પ્રમ વાર્ષિક બેઠકના સ્પોક્સપર્નસ ઝાંગ યેસુઇએ રવિવારે એક કોન્ફરન્સમાં કહ્યું કે, અનેક પ્રમુખ દેશોની સરખામણીએ ચીનના રક્ષા બજેટમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) અને રાષ્ટ્રીય નાણાકીય ખર્ચી નાનકડો હિસ્સો લેવામાં આવ્યો છે. ઝાંગે કહ્યું કે, દેશના પ્રતિ વ્યક્તિ સૈન્ય ખર્ચ અન્ય પ્રમુખ દેશોની સરખામણીએ ઓછો છે.
ચીનની સરકારી ન્યૂજ એજન્સી શિન્હુઆ અનુસાર, સોમવારે શરૂ ઇ રહેલા ૧૩માં નેશનલ પીપલ્સ કોંગ્રેસના પહેલાં સેશન સામે રજૂ તાં પહેલાં આ રિપોર્ટ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યો છે.
આ રક્ષા બજેટમાં ૮.૧ ટકાના વધારાનો પ્રસ્તાવ છે. ચીને ગયા વર્ષે પોતાનું બજેટ વધારીને ૧૫૦.૫ અબજ ડોલર (૯ લાખ ૭૯ હજાર કરોડ રૂપિયા) કર્યુ હતું. ૨૦૧૩ બાદ આવું ત્રીજી વખત બન્યું છે કે, જ્યારે ચીને પોતાના ડિફેન્સ બજેટના પરસેન્ટમાં સિંગલ ડિજીટનો વધારો કર્યો હોય. ૨૦૧૬માં ચીને તેમાં ૭.૬ ટકા અને ૨૦૧૭માં ૭ ટકાનો વધારો યો હતો.