હંબનટોટા એરપોર્ટને લઈને ચીનની સાથે કરેલ કરાર બાદ હવે શ્રીલંકા હંબનટોટા એરપોર્ટ ભારતને આપી શકે છે. સમરી માટે મહત્વનો હંબનટોટા એરપોર્ટનો ૭૦ ટકા હિસ્સો શ્રીલંકાએ ચીનની કંપનીને આપી દીધો હતો. હવે શ્રીલંકન સરકાર આ એરપોર્ટની પાસે બનેલા એરપોર્ટનું સંચાલન ભારતને સોંપવા વિચાર કરી છે.હંબનટોટામાં મતાલા રાજપક્ષા ઈન્ટરનેશનલ એરપોર્ટ છેલ્લા ઘણા સમયથી ખોટ કરી રહ્યો છે. તેનું નિર્માણ ચીન દ્વારા કરવામાં આવ્યા બાદ કોલંબો હજુ સુધી ચીનના એગ્જિમબેંકનું ઋણ ચુકવી શકય ન હતું. આ એરપોર્ટનું કાર્ય ભારતીય કંપનીને સોંપવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એક પ્રસ્તાવ શ્રીલંકન સરકારની કેબીનેટને સોંપી દીધો છે. જો ભારતને આ ઓર્ડર મળી જશે તો એ ચોખ્ખો સંકેત હશે કે શ્રીલંકાની સરકાર નવીદિલ્હી અને પેઈચિંગ સાથે સંતુલન બનાવી રાખવા માગે છે. દક્ષિણી શ્રીલંકાનું હંબનટોટા ચીનના ‘વન બેલ્ટ વન રોડ’ની પહેલનો મહત્વનો હિસ્સો છે.સુત્રો પાસેથી એવી માહિતી સામે આવી છે કે આ એરપોર્ટમાં ૪૦ વર્ષ સુધી ૭૦ ટકા ભાગીદારી માટે ભારત ૨૦૫ મિલિયન ડોલરનું રોકાણ કરશે. શ્રીલંકાને આ સંચાલન માટે ૮ પ્રસ્તાવ મળ્યા છે. જેમાં ચીનનો પણ એક છે પરંતુ કોલંબો ભારતના પ્રસ્તાવ પર અલગથી વિચારી રહ્યું છે. આ એરપોર્ટ કોલંબોથી ૨૫૦ કિલોમીટર દક્ષિણમાં બન્યુ છે. ૨૦૯ મિલિયન ડોલરની મુડીથી બનેલ આ એરપોર્ટમાં ૧૯૦ મિલિયન ડોલર ચીનની તરફથી મળ્યા હતા. આ એરપોર્ટ હંબનટોટા એરપોર્ટથી અડધા કલાકના અંતરે આવેલું છે. એવી આશંકા સેવવામાં આવી રહી છે કે આ એરપોર્ટનો ઉપયોગ ચીનના ભારતીય સુરક્ષા હિતોને નુકસાન પહોંચાડવા માટે પણ કરી શકે તેમ છે.ચીને હાલમાં જ ૯૯ વર્ષની લીઝ ઉપર હંબનટોટાના સંચાલનનો અધિકાર મળ્યો છે. પરંતુ કોલંબોએ એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે આ એરપોર્ટનો ઉપયોગ કોઈ રક્ષાની ગતિવિધિઓ માટે નહી કરી શકાશે. જો કે હજુ સુધી એરપોર્ટનું સંચાલન ભારતને સોંપવા મામલે આખરી નિર્ણય લેવાયો નથી. મતાલા એરપોર્ટ જયારથી બન્યુ છે ત્યારથી ન તો એરલાઈન્સને આકર્ષિત કરી રહ્યું છે ન તો યાત્રિઓને શ્રીલંકાની સરકારના મતે રોજની એક-બે ફલાઈટસ અહીં આવે છે.વર્ષ ૨૦૧૬માં છેલ્લે સુધી આ એરપોર્ટને લગભગ ૧૧૩ મિલિયન ડોલરોનું નુકસાન થયું છે. આ કારણથી કોલંબો સરકાર ચીનની લોન હજુ ચુકવી શકી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.