દુનિયાની સૌથી મોટી સર્વિલેન્સ સીસ્ટમ હોવા છતાં ચીની લોકો પોતાને સ્વતંત્ર માને છે
આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ વર્તમાન સમય માટે ખૂબજ જરૂરી બન્યું છે જેમાં ટેકનોલોજીની સાથે ચાલવામાં ચીન સૌથી આગળ છે. ચીનના હેન્ગઝોઉ શહેરમાં ફેસ રેકોગના ઈશનનાં ચશ્મા પહેરેલા પોલીસે રેલવે સ્ટેશન પર સ્મગ્લીંગ કરતા વ્યક્તિને ઓળખી કાઢયો. જર્મન કોલોનીયલ હેરીટેજ માટે પ્રખ્યાત કવીંગડાઓ શહેરમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સની મદદી વાર્ષિક બીયર ફેસ્ટીવલમાં પોલીસે બે ડઝન જેટલા ગુનેગારોને ઝડપી પાડયા હતા.
કરોડો કેમેરા અને લાઈન કોડની મદદી ચીન હાઈટેક ભવિષ્યનું નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે, બેઈઝીંગમાં ફેશિયલ રેકોગ્નાઈઝ એટલે ચેહરા ઓળખતી આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ સતત લોકોનું મોનીટરીંગ કરવામાં આવે છે જે સૌથી મોટી રાષ્ટ્રીય સર્વિલેન્સ સિસ્ટમ છે. ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીમાં સતત વૃધ્ધી થઈ રહી છે. ચીન ૨૦ કરોડ કેમેરાથી દરેક ચાઈનીઝ પર નજર રાખશે જે યુએસના સર્વિલેન્સ સિસ્ટમ કરતા ચાર ગણી વિશાળ છે. આ મોનિટરીંગ સિસ્ટમી ઈન્ટરનેટના વપરાશને ટ્રેક કરીને કોઈપણની લોકેશન જાણી શકાશે પછી તે ટ્રેન, હોટલ કે પ્લેનમાં પણ કેમ ન હોય.
ટેકનોલોજીની મદદી દેશના કોઈ પણ ખુણેથી લોકોની તપાસ ઈ શકશે જે સિસ્ટમના તમામ કંટ્રોલ ર્અતંત્ર અને સમાજના નિયંત્રણ માટે ચીની સરકાર પાસે રહેશે. તેમજ રોડ ક્રોસીંગ પર પણ મોનીટરીંગ કેમેરા ટેકનોલોજી રાખવામાં આવી છે. ચીનની નવી સર્વિલેન્સ સિસ્ટમ એક જૂના આઈડિયા પર બનાવવામાં આવી છે.
મહાન ફીલોસોફર માઓ ઝેન્ડોંગે કહ્યું હતું કે, ‘અશાંત દેશના નિયંત્રણ માટે મજબૂત ઓથોરીટી જ અસરકારક નિવડે છે.’ આ કલ્ચર રિવોલ્યુશનની સરકારે ચીની લોકોને નવી સમજણ અપાવી છે. આટલા કેમેરા અને સર્વિલન્સ સિસ્ટમ છતાં લોકો પોતાને વધુ સ્વતંત્ર માને છે અને આ નવા વિચારો જ એક દેશને મજબૂત બનાવે છે. હાલ ચીની ઈકોનોમીનો વિશ્વભરમાં દબદબો છે. ત્યારે લોકોની અપેક્ષાઓ પણ વધે છે. ચીનના ટોપ લીડર જીનપીંગે પણ ચીનના નિયમોમાં મોટા ફેરફારો લાવ્યા છે અને તેમણે ભ્રષ્ટાચારને પણ નાબૂદ કર્યું છે. હાલની સિસ્ટમી લોકોની સામાજીક અને ર્આકિ અડચણો પણ દૂર થશે.
ચીન દુનિયામાં સૌથી મોટુ માર્કેય ધરાવે છે અને આટલી સારી સર્વિલન્સ સિસ્ટમ સો સતત મોનિટરીંગ કરે છે ત્યારે ૨૦૨૦ સુધીમાં ચીન ૩૦ કરોડ કેમેરા લગાડવાનો લક્ષ્ય ધરાવે છે. સૌથી મહત્વની વાત છે કે લોકો આ સિસ્ટમી પોતાને વધુ સુરક્ષિત માને છે. આ સિસ્ટમની વધુ એક ખાસીયત છે કે લોકોને ખ્યાલ નથી હોતો કે તેની ઉપર સર્વિલન્સ સિસ્ટમ છે. માટે તેઓ સાવચેત ની રહેતા અને તેમાંથી ગુનેગારો ઝડપાઈ જાય છે.