કલા ક્ષેત્રે ભારત અને ચીન મીલાવી રહ્યા છે હાથ: નવુ ચેપ્ટર શરૂ થશે
હવે ચીન ભારત સહિતના બ્રિક્સ દેશો સાથે સંયુક્ત રીતે ફિલ્મ પ્રોડક્શન કરશે! આ માટે બોલીવુડ અને બિજિંગ સહીયા‚ સાહસ કરવા માટે હાથ મિલાવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઇન્ડો-ચાઇના ફિલ્મ કૂંગ ફૂ યોગા આવી હતી. જેમાં ચીનના જેકી ચેન, મિયા સાન્ગ લી અને ભારતના સોનુ સુદ, દિશા પટાણી, અમાયરા દસ્તૂર, ફરાહ ખાન વિગેરેએ પોતાની કલાના અજવાળા પાથર્યા હતા.
ચીન-ભારત વચ્ચે રાજકીય સંબંધો સારા હોય કે નરસા હોય તેની સાથે આ ફિલ્મ પ્રોડક્શનને કંઇ જ સંબંધ નથી પરંતુ ચીન-ભારત સહિતના બ્રિક્સ દેશો એકબીજાથી રાજકીય રીતે જ સંકળાયેલા છે.
બ્રિક્સ દેશોમાં કોણ કોણ સામેલ છે? બ્રિક્સ દેશોના ગ્રુપમાં ભારત, ચીન ઉપરાંત બ્રાઝિલ, રશિયા અને સાઉથ આફ્રિકા સામેલ છે.
બ્રિક્સ દેશો વચ્ચે વ્યાપારી અને રાજકીય સ્તરે કેટલાક કરાર અને સમજૂતી થયેલી છે. ઉલ્લેખનીય છે કે ચીનના ચેન્ગુડુમાં ફિલ્મ ફેસ્ટીવલ તાજેતરમાં યોજાયો હતો તેમાં ભારત-ચીનના પ્રતિનીધીઓએ મીટીંગ કરીને સહિયા‚ ફિલ્મ પ્રોડક્શન કરવાનો નિર્ણય લીધો છે. દિપીકા પડુકોણ પણ ચીનની ફિલ્મમાં કામ કરે છે.