અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવોરના માઠા પરિણામો: બન્ને દેશોના ડેલીગેટસ સમજૂતી કરવા તૈયાર
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ છેડાઈ ગયું છે. બન્ને બળીયા આ યુદ્ધમાં પાછી પાની કરવા તૈયાર નથી જેના પરિણામો વિશ્વને ભોગવવા પડે છે. હાલ ચીનને અમેરિકા પાસેથી વેપાર ખાદ્ય ઘટાડવા રૂ.૧૩ લાખ કરોડનો માલ ખરીદવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
બન્ને દેશો એકબીજાના માલ-સામાન પર ભારે કરબોજ નાખી રહ્યાં છે. અમેરિકાએ ચીનના સામાન ઉપર ૨૫ ટકા ટેરીફનું ભારણ નાખી ૧૫૦ બીલીયન (૯ લાખ કરોડ) જેટલી રકમ એકઠી કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ ચીને પણ અમેરિકાના સામાન પર કર ભારણ નાખી ૨.૫ લાખ કરોડ જેટલી રકમ મેળવવાની તૈયારી કરી હતી. જો કે, હજુ સુધી બન્ને દેશોએ કર ભારણ નાખવાનો નિર્ણય લીધો નથી. વિવાદનો વાતચીતી ઉકેલ આવી જાય તેવી શકયતા છે.
હાલ બંને દેશોના ઉચ્ચ કક્ષાના ડેલીગેટસ વચ્ચે વાતચીતનો દૌર ચાલી રહ્યો છે. ચીનની સરકાર વેપાર ખાદ્ય ઘટાડવા માટે રૂ.૧૩ લાખ કરોડનો માલ-સામાન ખરીદે તેવી શકયતા છે. હાલ બન્ને દેશો માટે ર્અતંત્રની ઝડપ જાળવી રાખવી સૌથી પહેલી પ્રામિકતા છે. જો કે, અમેરિકામાં ટ્રમ્પની અમેરિકન ફસ્ટની નીતિના કારણે સમગ્ર મામલો ગુંચવાઈ ગયો છે. બન્ને દેશો વચ્ચેના વિવાદની અસર વૈશ્વિક બજાર ઉપર જોવા મળી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com