યુધ્ધના નહીં પરંતુ આર્થિક મોરચે પાક. ઝઝૂમી રહ્યું છે
નાર્કો ટેરેરીઝમ તથા સોનાની થતી તસ્કરીને અટકાવવા એશિયાખંડના૨૧ દેશોના વડાઓ સાથે ગૃહપ્રધાન રાજનાથસિંહ કરશે બેઠક
હાલ તમામ દેશ વિકાસને લઇ આગળ વધી રહ્યું છે જી-૨૦ સમિટમાં તમામ વિકાસશીલ દેશો વિકાસના મુદા ઉપર આગળ વધી રહ્યા હતા અને ઘણી મંત્રણા પણ કરી હતી જ્યારે પાકિસ્તાનને આ તમામ મુદા ઓમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું એટલે કહી શકાય કે યુધ્ધના ધોરણે નહીં પણ આર્થિકરીતે પાક.ને પાડી દેવાનો તખ્તો વિશ્વના વિકાસશીલ દેશો કરી રહ્યાં છે. પાકિસ્તાને ભારત સાથે મિત્રતાનો હાથ પણ લાંબો કર્યો હતો પરંતુ મેલીમથરાવટીના કારણે પાકિસ્તાન પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે જેના પગલે કોઇપણ દેશ પાકિસ્તાનની સાથે કોઇપણ પ્રકારનો વ્યાપાર કરવા માટે સંમત નથી.
ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન પોતાની જાત મહેનતે આતંકવાદ ખતમ કરવામાં અસક્ષમ હોય તો તે ભારત પાસે મદદ માંગી શકે છે. જેના ઉત્તર ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આગામી ૫ વર્ષોમાં નક્સલવાદને ખતમ કરી દેવામાં આવશે.
તેઓએ પાકિસ્તાનને પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતું કે જો અફઘાનિસ્તાન અમેરિકાની મદદ લઇ તાલિબાન વિરુધ્ધ લડી શકતું હોય તો આતંકવાદ વિરુધ્ધ પાકિસ્તાન ભારતની મદદ કેમ લઇ ન શકે ? ત્યારે તેઓએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરામખાનના નિવેદન પર જવાબ આપતાં જણાવ્યું હતું કે મુદોકાશ્મિરનો છે જ નહિં કારણ કે કાશ્મિર ભારતનું અભિન્ન અંગ છે અને તે રહેવાનું પણ છે. વાત છે આતંકવાદની જો આ વાતને લઇ પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માંગતું હોય તો જ ભારત પાકિસ્તાન સાથે બેસવા તૈયાર છે નહિં તો નહિં જ.
જ્યારે જી-૨૦ સમિટની બેઠકમાં તમામ દેશોએ વિકાસના મુદે ચર્ચા કરી ત્યારે પાકિસ્તાનને બાકાત રાખવામાં આવ્યું હતું આ તકે પાકિસ્તાને ઘણાં વર્ષો પહેલા ચીન પાસેથી ખૂબ જ મોટો કર્જ લીધો હતો જેને લઇ ચીને નિર્ણય કર્યો છે કે હવે તે પાકિસ્તાનને રોકડ રૂપીયા નહિં આપે અને જણાવ્યું હતું કે પાકિસ્તાનના ઘણાં વિભાગો અથવા તો ઘણા ક્ષેત્રો ખૂબ જ નબળાં છે.
જેને લઇ ચીન ત્યાં વ્યવસાય અને રોકાણ કરશે. કહેવાય છે કે ગયાં મહિને પાક.ના વડાપ્રધાન ચીનની મુલાકાતે ગયાં હતાં જેથી તેમની જે આર્થિક વ્યવસ્થા કથડી છે તેનો હલ આવી શકે. એટલે ક્યાંયને ક્યાંય એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડ્રેગેન ચીન પોતાનું નીજી સ્વાર્થ ઘાટવા પાક.ને મદદ કરી રહ્યું છે. જ્યારે અન્ય દેશો પૂર્ણરૂપથી પાક.નો વિરોધ્ધ કરી રહ્યાં છે.
પાક.ના વડાપ્રધાન ઇમરામખાને જ્યારે ભારત સામે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો તેના પ્રતિઉતરમાં ફરી એક વખત પાક.ને નજરઅંદાજ કરી દીધું છે અને જણાવ્યું હતું કે પાક. કદી નહીં સુધરે. મંગળવારથી બે દિવસીય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૧ દેશોના સીમાશુલ્કના પ્રમુખો ભાગ લેશે આ મિટિંગમાં નાર્કો ટેરેરીઝીમ, હવાલા અને સોનાની તસ્કરી જેવા અપરાધો પર કાબૂ કઇ રીતે મેળવી શકાય તે માટેની રણનીતી તૈયાર કરવામાં આવશે.
જેમાં ભારતે પાક.ને આમંત્રણ પણ નથી આપ્યું. આ બેઠકમાં એશિયાખંડના તમામ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે ચર્ચા-વિતારણાં કરવામાં આવશે. આ બેઠકમાં ઇન્ટરપોલના અધિકારી તથા યુનાટેડ ઓફિસ ફોર ડ્રગ્સ એન્ડ ક્રાઇમ સંસ્થાના અધિકારીઓ પણ ભાગ લેશે.
આ બેઠકમાં જમ્મુ કાશ્મિરમાં થયેલા હથિયાર અને ડ્રગ્સની તસ્કરી વિશે પણ વાતોઘાટો કરવામાં આવશે તથા આ બેઠકમાં ભારત પોતાની ચીંતાને પણ વ્યક્ત કરશે. કહેવાય છે કે પાકિસ્તાનમાંથી ખૂબ જ મોટી માત્રામાં હિરોઇનની તસ્કરી કરવામાં આવે છે અને દૂષણથી દૂર રહેવા ભારત દેશે પાકિસ્તાનને આમંત્રણ પાઠવ્યું નથી.
પાકિસ્તાનથી તમામ દેશો પોતાના વ્યવહારને કાપી નાંખવા માંગે છે કારણ કે પાક.ના મનસૂબા કોઇ દિવસ પ્રજાલક્ષી રહ્યાં નથી આ વાતને સમર્થન આપતાં પાકિસ્તાની આતંકી સંગઠન કાશ્મિર ઘાટીમાં કાશ્મિરના યુવાનોને આતંકવાદ તરફ આર્કષવા માટે હનીટ્રેકનો સહારો લઇ રહ્યાં છે.
આતંકી સંગઠનો દેખાવડી મહિલાઓ થકી યુવાનોને લુભામણી વાતો કરી અને પોતાની જાળમાં ફંસાવી હથિયારોની આપ-લે કરાવે છે. જેને લઇ ખાનગી માહિતીના આધારે બે અઠવાડિયા પહેલા સહિદ સાજીયા નામની મહિલા બાંદીપોર વિસ્તારમાંથી પકડાઇ હતી જેની ઉંમર ૩૦-૩૨ વર્ષની છે તે સોશિયલ નેટવર્કીગ સાઇટોની મદદથી ઘાટીના તમામ યુવાનોને ફોલો કરે છે અને આ પ્રકારના ગુન્હાઓમાં કાશ્મિરના યુવાનોને ફંસાવે છે અને જન્નત સમાન કાશ્મિરમાં આતંકવાદ ફેલાવવા નવ યુવાનોને પ્રોત્સાહીત કરે છે.