ચીનનો વળતો જવાબ: અમેરિકાની વસ્તુઓ પર વધારાની ડયુટી લગાવી
કોઈપણ દેશની વૃદ્ધિ આયાત અને નિકાસ, તેનું ચલણ તથા વિદેશી હુંડિયામણ ઉપર આધારીત રહેતું હોય છે. માનવામાં આવે છે કે, કોઈપણ દેશનો વિકાસ નિકાસ ઉપર વધુ નિર્ભર રહેતો હોય છે. જે દેશનો નિકાસ વધુ તે દેશની અર્થવ્યવસ્થા પણ મજબુત રહેતી હોય છે ત્યારે વિપરીત પરિસ્થિતિ એ હોય કે દેશમાં આયાતનું પ્રમાણ નિકાસ કરતા વધુ હોય જેથી દેશ દેવા હેઠળ ચાલ્યો જતો હોય છે ત્યારે વાત કરવામાં આવે તો પાકિસ્તાનનો રૂપિયો ૧૦૦ને પાર પહોંચી ગયો છે જેથી હાલ પાકિસ્તાન ભુખનાં વલખા પણ મારી રહ્યું છે. આયાત વધતાની સાથે જ દેશની અર્થવ્યવસ્થા પણ બગડતી હોય છે ત્યારે ભારત દેશની પણ અર્થવ્યવસ્થા ડામાડોળ છે પરંતુ દેશ નિકાસ ઉપર વધુને વધુ પ્રાધાન્ય આપતું હોવાથી તેની અસર વધુ જોવા મળતી નથી.
આર્થિક તજજ્ઞોનું માનવું છે કે, દેશમાં જો ખરીદ શકિતમાં વધારો થાય તો દેશે આયાત અથવા નિકાસ ઉપર નિર્ભર રહેવું પડતું નથી. કારણકે માંગ વધતાની સાથે જ બજારમાં રૂપિયો ફરતો થાય છે જેથી તરલતાનો જે મુખ્ય પ્રશ્ર્ન કોઈપણ દેશ માટેનો છે તે રહેતો નથી. અમેરિકાએ ચીન ઉપર ૧૫ ટકાની વધારાની ડયુટી લાદી દિધેલ છે જેનાં કારણોસર હાલ ચીન પણ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. રાજકીય રીતે જો વાત કરવામાં આવે તો અમેરિકા અને ચાઈના વચ્ચેનાં ટ્રેડવોરમાં ભારતને પૂર્ણત: ફાયદો થઈ શકે તેમ છે પરંતુ દેશ જો યોગ્ય રીતે તેનું આયોજન કરે તો ભારત દેશને વધુને વધુ ફાયદો થશે. ભારત દેશે ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે સંકળાયેલા વ્યાપારીઓ અને ઉધોગકારો માટે રિલીફ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ચીનમાં વ્યાપાર કરનાર ઉધોગકારો અને વ્યાપારીઓને સરકાર વિશેષ છુટછાટ આપે છે. કારણકે ચાઈનામાં ફાર્માસ્યુટીકલ કંપનીઓનું ચલણ સૌથી વધુ હોવાનું પણ માનવામાં આવે છે.
દેશમાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ, વિદેશી હુંડિયામણ આ બંને મુદ્દે જો દેશ સજાગ થાય તો તેને કોઈપણ આર્થિક કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી ત્યારે હાલ અમેરિકા અને ચાઈના વચ્ચે જે ટ્રેડવોર ચાલી રહ્યો છે તેમાં ચાઈનાનું ટ્રેડ ઈન-બેલેન્સ થતાં અને તેને આગળનાં સમયમાં રોકવા ચાઈના વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં શરણે આવી પહોંચ્યું છે. ટ્રમ્પ સરકારે રવિવારે ૧૨૫૦૦ કરોડ ડોલર (આશરે ૯ લાખ કરોડ રૂપિયા)ની ચીની વસ્તુઓ પર ૧૫% વધારાની ડ્યૂટી લાદી દીધી. જવાબી કાર્યવાહીમાં ચીને પણ અમેરિકાના ક્રૂડ ઓઈલ પર ૫% વધારાની ડ્યૂટી લગાવી દીધી. ૧ વર્ષથી ચાલી રહેલા ટ્રેડવોરમાં આવું પહેલીવખત છે કે જ્યારે ક્રૂડ ઓઈલ પર વધારાની ડ્યૂટી લગાવવામાં આવી છે. જે ચીની વસ્તુઓ પર ૧૫% વધારાની ડ્યૂટી લગાવાઈ છે તેમાં સ્માર્ટ સ્પીકર, બ્લૂ ટુથ હેડફોન અને અનેક પ્રકારના ફૂટવેર સામેલ છે. તેનાથી અમેરિકામાં કેટલાક વસ્ત્રો, જૂતા, રમતના સાધનો અને અન્ય ક્ધઝ્યુમર વસ્તુઓ મોંઘી થશે. આ ડ્યૂટી વધાર્યા પછી અમેરિકામાં ચીનથી આયાત થનારી લગભગ ૨ તૃતીયાંશ ક્ધઝ્યુમર આઈટમ્સ મોંઘી થઈ જશે. અગાઉ અમેરિકાએ જ્યારે પણ ચીનથી આયાત થતી વસ્તુઓ પર ડ્યૂટી લગાવવાની કાર્યવાહી કરી ત્યારે ક્ધઝ્યુમર આઈટમને છોડી દીધી હતી.
ટ્રમ્પ સરકાર આ નિર્ણયથી અમેરિકી અર્થવ્યવસ્થાને પણ આંચકો લાગી શકે છે. ગ્રાહકો દ્વારા ખર્ચાતી રકમ તેની અર્થવ્યવસ્થાને ડ્રાઈવ કરે છે. ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રમાં છવાયેલી મંદીથી પણ અસર પડી રહી છે. ચીની વસ્તુઓ પર ટેરિફ વધારવાની વિરુદ્ધ ઘણી અમેરિકી કંપનીઓએ સરકારને સૂચન કર્યું હતું. રવિવારની ડ્યૂટીમાં વધારા બાદ ચીનથી આયાત થનારા વસ્ત્રો અને પરિધાનો પર ડ્યુડી ૮૭% અને જૂતા પર ૫૨% થઈ જશે. સેલફોન, લેપટોપ, રમકડાં અને વસ્ત્રો પર ૧૫% વધારાની ડ્યૂટી ૧૫ ડિસેમ્બરથી લાગુ થશે. ટ્રમ્પે કહ્યું હતું કે ચીન અને અમેરિકા વચ્ચે વાતચીત થતી રહેશે પરંતુ રવિવારથી અમલી થનાર ડ્યૂટી વધારામાં કોઈ રાહત નહીં અપાય. જવાબમાં ચીને પણ અમેરિકાની ઘણી વસ્તુઓ પર વધારાની ડ્યૂટી લગાવી દીધી. જો કે તે વસ્તુઓની યાદી જારી કરી નથી.