- હિન્દી-ચીની ’ભાઈ-ભાઈ’
- કોવિડ-19 રોગચાળા અને લશ્કરી ગતિરોધને કારણે કૈલાશ માનસરોવર યાત્રા 2020 થી મુલતવી હતી, ભારત અને ચીન ક્રોસ બોર્ડર એક્સચેન્જને મજબૂત કરવા અને કૈલાશ-માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે નક્કર પગલાં લેવા સંમત થયા
અનાદિકાળથી હિન્દુઓનું પૃથ્વી પરનું સ્વર્ગ એટલે કૈલાશ માનસરોવળ.ધરતીનો એક છેડો ઉતરી ધ્રુવ અને બીજો છેડો દક્ષિણી ધ્રુવ કહેવાય છે. આ બંને વચ્ચે હિમાલય પર્વતમાળા છે. હિમાલયનું કેન્દ્ર છે કૈલાસ પર્વત. વૈજ્ઞાનિકોના મતે કૈલાસ શિખર એ ધરતીનું કેન્દ્રબિંદુ છે. ત્યારે કોવિડ-19 રોગચાળા અને લશ્કરી ગતિરોધને કારણે કૈલાશ માનસરોવર યાત્રા 2020 થી મુલતવી રાખવામાં આવી છે. ત્યારે આ યાત્રા ફરી શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે ચીન સાથે રાજદ્વારી વાટાઘાટો કરી સ્થતિને બેલેન્સ કરવા માંગે છે. ગમે તે હોય પણ ચીન આપડો પાડોશી દેશ છે અને હિન્દી ચીની ’ભાઈ-ભાઈ’ તેમ હાલમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો ધીમે ધીમે સુધરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે બેઠક યોજી હતી. ભારત અને ચીન બુધવારે ક્રોસ બોર્ડર એક્સચેન્જને મજબૂત કરવા અને કૈલાશ-માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે નક્કર પગલાં લેવા સંમત થયા હતા. કૈલાશ માનસરોવર યાત્રા એ એક પડકારજનક યાત્રાધામ છે જે તિબેટીયન ઉચ્ચપ્રદેશમાંથી પસાર થાય છે. હિંદુ ધર્મ, બૌદ્ધ અને જૈન ધર્મમાં સૌથી પવિત્ર યાત્રાઓમાંની એક માનવામાં આવે છે. આ યાત્રા કૈલાશ પર્વતની આસપાસ કેન્દ્રિત છે, જેને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. કૈલાશ પર્વત ચીનના તિબેટ વિસ્તારમાં આવેલો છે. આ શિખર સુધી પહોંચવા માટે પ્રવાસીઓ અનેક માર્ગો લઈ શકે છે. નેપાળના કાઠમંડુ, નેપાળના સિમીકોટ અને તિબેટના લ્હાસાથી અહીં પહોંચી શકાય છે. ભારત તરફથી ટોચ પર પહોંચવા માટે બે માર્ગો છે. પહેલો રૂટ લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) થી જાય છે અને બીજો રૂટ નાથુ લા પાસ (સિક્કિમ) થી જાય છે. ચીન-ભારત સરહદ મુદ્દે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠક દરમિયાન, નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંને પક્ષો સરહદ પાર નદી સહકાર અને નાથુલા સરહદ વેપારને પણ પ્રોત્સાહન આપશે. પાંચ વર્ષ બાદ યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સરહદી મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે પહોંચેલા ઉકેલનું સકારાત્મક મૂલ્યાંકન કરવા સંમત થયા હતા. ભારત અને ચીન આ બાબતે છ સર્વસંમતિ પોઈન્ટ પર પહોંચ્યા, જેમાં બોર્ડર રિઝોલ્યુશન ફોકસ હતું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગ તાજેતરમાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દના સંચાલનની દેખરેખ રાખવા અને સરહદ વિવાદનો વાજબી, વાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે કાઝાનમાં મળ્યા હતા.
સરહદી શાંતિ અને સહયોગ માટે મહત્વપૂર્ણ કરાર
ડોભાલ અને વાંગ યી વચ્ચેની આ મંત્રણાઓમાં સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા માટેના ઉપાયોથી લઈને આત્મવિશ્વાસ પુન:સ્થાપિત કરવા સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. 2005માં થયેલી સમજૂતીને આધાર બનાવીને બંને દેશો સરહદ વિવાદના ઉકેલ માટે નવા રસ્તા શોધવા માટે સંમત થયા હતા. સરહદી વિસ્તારોમાં સૈન્ય સહકાર વધારવા અને રાજદ્વારી સહયોગને મજબૂત કરવા માટે બંને પક્ષોએ ચર્ચા કરી હતી.