ત્રણ દેશોની સરહદને અડીને આવેલા યુનાન પ્રાંતમાં જડબેસલાક સુરક્ષા ગોઠવાય : મ્યાનમાર બોર્ડર પર કેમેરા, એલાર્મ, મોશન સેન્સર અને ઈલેક્ટ્રિફાઈડ ફેન્સ પણ લગાવાયા: કોરોનાથી ત્રાહિમામ થયેલા લોકો બોર્ડર ક્રોસ કરતા પકડાય તો તેનું ઝુુલુસ કાઢી જેલમાં નાખી દેવાય છે
કોરોનાની અત્યાર સુધીની સૌથી ખરાબ અસર ચીનમાં જોવા મળી રહી છે. લોકો હોસ્પિટલો તેમજ સ્મશાનગૃહોમાં લાંબી કતારોમાં લાગેલા છે. ચીનની અંદરની તસવીરો ખૂબ જ ભયાનક બની ગઈ છે. જેના કારણે હવે લોકો દેશમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને રોકવા માટે સરકાર કડક વ્યવસ્થા કરી રહી છે. તાજો મામલો ચીનના યુનાન પ્રાંતનો છે. યુનાનની સરહદ ત્રણ અલગ-અલગ દેશોને અડીને આવેલી છે. જ્યાંથી સરકારે હિજરત ન થાય તે માટે પગલાં લીધા છે.
તે જ સમયે, ઝીરો કોવિડ નીતિના અમલ પછી, યુનાન પ્રાંતની સરહદ કડક કરવામાં આવી છે. ખાસ કરીને રૂખલી શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રુઈલી શહેરને અડીને આવેલી મ્યાનમાર બોર્ડર પર કેમેરા, એલાર્મ, મોશન સેન્સર અને ઈલેક્ટ્રિફાઈડ ફેન્સ પણ લગાવવામાં આવ્યા છે. સોંગપિંગક નામના ટ્વિટર હેન્ડલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2020 માં, ચીને તેના વધતા કોરોનાવાયરસ કેસોને સમાપ્ત કરવાની આડમાં લાઓસ, વિયેતનામ અને મ્યાનમારની સરહદો સાથે તેની દક્ષિણ સરહદ પર ઇલેક્ટ્રિફાઇડ ફેન્સીંગ બનાવવાનું શરૂ કર્યું.
ચીને કોઈપણ ઔપચારિક પરામર્શ વિના મ્યાનમાર સરહદ પર 3000 માઈલની વાડ બનાવી છે. તે જ સમયે, ચીની સરકારે આ સરહદ પર હજારો પેટ્રોલિંગ એજન્ટો તૈનાત કર્યા છે જેથી તેઓ લોકોને સરહદ પાર કરતા અટકાવી શકે. જો કોઈ આ ઈલેક્ટ્રીક વાડને અડશે તો તેની માહિતી બોર્ડર પેટ્રોલિંગ એજન્ટ સુધી પહોંચશે.
તે જ સમયે હજારો લોકો સરહદ પાર કરતી વખતે પકડાયા હતા અને તેમની પરેડ કાઢવામાં આવી હતી. આ પછી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ચાઇનીઝ આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીનમાં કોરોનાવાયરસ ચેપની નવી લહેર નવા પ્રકારોમાં પરિણમી શકે છે અને તે જીવલેણ વાયરસનો સામનો કરવા માટે સત્તાવાળાઓએ હોસ્પિટલોનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ગોઠવવું પડશે. પેકિંગ યુનિવર્સિટી ફર્સ્ટ હોસ્પિટલના શ્વસન નિષ્ણાત વાંગ ગુઆંગફાએ ચેતવણી આપી હતી કે આગામી પખવાડિયામાં બેઇજિંગમાં કોવિડ-19ના ગંભીર કેસ વધી શકે છે.