ચીનની શકિતશાળી ટ્રેકીંગ સિસ્ટમથી પાકિસ્તાન તેના મલ્ટી વોરહેડ મિસાઈલ કાર્યક્રમને વધુ મજબુત બનાવશે
ચીને પાકિસ્તાનને ટ્રેકીંગ સિસ્ટમ ધરાવતી પાવરફુલ મીસાઈલ વેચી છે કે જે પાકિસ્તાનના સંરક્ષણ બળને વધુ મજબુત બનાવશે. ભારતને ઘેરવા ચીન અને પાકિસ્તાનની મિત્રતા આર્થિક સંબંધોથી પર સામરિક હિતો સુધી પહોંચી છે. જે તરફ વધુ એક પગલુ ભરતા ચીને પાકિસ્તાનને એક શકિતશાળી ટ્રેકીંગ સિસ્ટમ વેચી છે ? ભારત બ્રમોસ મિસાઈલ ટેસ્ટ કર્યાના તુરંત બાદ જ ચીન-પાક.ના આ કરારની વાત સામે આવી છે.
ચીનના પેઈચિંગ અને ઈસ્લામાબાદ વચ્ચે થયેલી આ ડીલ પર ભારતની કડી નજર છે. ટ્રેકીંગ સિસ્ટમ થકી પાકિસ્તાન તેના મલ્ટી વોરહેડ મિસાઈલ વિકાસ કાર્યક્રમને વધુ મજબુત બનાવશે. જોકે આ ડીલની રકમ વિશે કંઈ જાણકારી મળી નથી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત થયેલા રીપોર્ટમાં આ ડીલ વિશે માહિતી મળી છે. જેમાં કહેવાયું છે કે પાકિસ્તાનની સેનાએ આ ટ્રેકીંગ સિસ્ટમનો એક ફાયરીંગ રેંન્જમાં ઉપયોગ કરવાનું પણ શરૂ કરી દીધું છે અને પાકિસ્તાન એક નવા મિસાઈલને વિકસીત કરવાની પ્રક્રિયામાં લાગી ગયું છે.
ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ-સીએએસના એક સંશોધકે આ ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે, ચીન એવો પ્રથમ દેશ છે કે જેણે આ પ્રકારે સંવેદનશીલ ટેકનીકને પાકિસ્તાનને વેચી છે. વધુ ટેલીસ્કોપનો ઉપયોગ કરી ઘણા એંગલથી આ સીસ્ટમ એક સાથે ઘણી મિસાઈલોને ટ્રેક કરી શકવામાં સક્ષમ છે અને આનાથી લક્ષ્યાંક ચુકવવાનો ખતરો ઓછો થઈ જાય છે.
ટ્રમ્પે ચીનની આયાત પર ૬૦ અરબ ડોલરનો કરબોજ નાખ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની આયાત પર ૫૦ અરબ ડોલરનો કરબોજ ઝીંકયો છે. જેનાથી ચીન તણાવમાં ઘેરાયું છે. આ નિર્ણયથી અમેરિકા-ચીન વચ્ચેનું ઘર્ષણ વધુ વધે તેવી શકયતા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હાલ બૌઘ્ધિક સંપદાની ચોરીની સૌથી મોટી સમસ્યા સામે અમેરિકા ઝઝુમી રહ્યું છે. ચીનના આયાતી સામાનો પર કરબોજ લદાતા આ ખતરો ઓછો થશે અને અમેરિકાને વધુ મજબુત તેમજ સંપન્ન દેશ બનાવશે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને નિશાને તાકતા કહ્યું કે, તે આપણા પણ ચાર્જ લાદશે તો આપણે પણ તેના પર એજ રીતે ચાર્જ લાદીશું.
ચીની આયાતો પર લાદેલ ૬૦ અરબ ડોલરનો કરબોજોએ એ વેપાર ક્ષેત્રે એક મજબુત એકશન છે તેમ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. ચીન અમેરિકાનું ‘ઈકોનોમિક એનીમી’ છે. જણાવી દઈએ કે, યુરેલીઅન, યુનિયન, સાઉથ કોરીયા, બ્રાઝીલ, કેનેડા અને મેકસીકો પર ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ કરબોજ નાખ્યો નથી માત્ર એક ચીનને જ નિશાન બનાવી મોટો ટેરીફ ચાર્જ લાદયો છે તો આ સામે ચીને પણ પડકાર ફેંકયો છે કે તે શકય તેટલા તમામ એકશનો લેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,