સંયુકત રાષ્ટ્ર સંઘનાં અન્ય પાંચ કાયમી સભ્યોએ ચીન-પાક. નો વિરોધ કરી ભારતની સ્થિતિ મજબુત બનાવી
ભારતના રાજદ્વારી યુઘ્ધનું સમાગ્રણ બનેલા યુએનમાં ૨૦૧૯ના વર્ષમાં ભારત સાથે પાકિસ્તાન અને ચીનના રાજદ્વારી યુઘ્ધમાં ભારતનો પક્ષ મજબુત જ રહ્યો છે. અને ચાયના અને પાકિસ્તાન સામે ભારતનો હાથ ઉપર રહેવા પામ્યો હતો. આ વર્ષે જ ચીન અને પાકિસ્તાન સામેના વ્યહુાત્મક રાજદ્વારી યુઘ્ધ જેવા માહોલમાં ચીન અને પાકિસ્તાનને અનેક મોરચે મહાત આપવામાં ભારત સફળ રહ્યું છે.
આ વર્ષે ચીને જમ્મુ-કાશ્મીરની સંયુકત રાષ્ટ્રસંઘમાં ચર્ચા કરવાને મુદ્દે મુકેલા પ્રસ્તાવમાં પણ ભારતને રાજદ્વારી સફળતા મળી હતી. યુનેસ્ફોના આ વર્ષના કાર્યકાળના પ્રારંભમાં જ લશ્કર તોયબાના મુખ્ય હાફિઝ મોહમદ સૈયદને વૈશ્ર્વિક આતંકવાદીઓ ૧૨૬૮ ની યાદીમાંથી બાકાત રાખવાના પ્રયાસોમાં જ ચીન અને પાકિસ્તાને મોઢાની આવી પડી હતી. કમીટીએ ચીન અને પાકિસ્તાનની આ માંગણીનો અસ્વીકાર જ કર્યો હતો પરંતુ અન્ય પાંચ કાયમી વિરોધારક સભ્યોએ પણ અને ચીન અને પાકિસ્તાનનો વિરોધ કરીને ભારતની સ્થિતિ મજબુત બનાવી હતી. તેની સામે પાકિસ્તાનને મનેકમને હાફિઝસઇડ સામે કાર્યવાહીનો ડોળ કરવો પડયો હતો અને તેના બેંક ખાતાઓ સીઝ કરવાથી થઇ તેના પર મુકેલા પ્રતિબંધનો અમલ કરવો પડયો હતો.
પુલવામાં આતંકવાદી હુમલા બાદ જૈસે મોહમદના આતંકવાદનો મુદ્દો સંયુકત રાષ્ટ્ર સલામતિ સમીતી સુધી લઇ જવામાં આવ્યો હતો. અને જમ્મુ-કાશ્મીરમાં થયેલો આતંકવાદી હુમલો સુરક્ષા દળોને નિશાન બનાવવા થયો કરીને તેના ટેકેદારોને આડે હાથે લીધા હતા. એક નિવેદનમાં મસુદ અઝહર અને જૈસે મોહમ્મદને વૈશ્ર્વિક આતંકવાદના દાયરામાં લેવાનું નકકી થયું હતું. જો કે ચીને આ અંગે વિરોધની સ્થિતિ લીધી હતી. પરંતુ તેને આ મુદ્દે પીછેહઠ કરવી પડી હતી. ભારતના રાજદ્વારી વિજયને મજબુત બનાવતા યુએનના ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટવીટ કરીને જણાવ્યું હતું કે આ મુદ્દે ભારતને યુનોમાં મોટા અને નાના તમામ રાષ્ટ્રોનો સહયોગ મળ્યો છે તે વિશ્ર્વ માટે એક ખુબ આવકારદાયક બાબત ગણાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કલમ ૩૭૦ ની નાબુદીની રાજદ્વારી સફળતા જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની મસુબાનું ડેથ વોરન્ટ બની ગયું હતું. ભારત પાક. વચ્ચે આ મુદ્દે વણસેલા સંબંધો અને લેહલદ્દાખ જેવા બન્ને પ્રદેશોને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયાની બાબત પણ ચીનના પેટમાં તેલ રેડનારી બની હતી. ભારત સાથેની દુશ્મનીમાં ચીને કેટલીક બાબતે ન કહેવાય ન સહેવાય જેવી સ્થિતિમાં મુકાય જવું પડયું છે.
આ દરમિયાન ૧૬ ઓગષ્ટે ચીને કાશ્મીર મુદ્દે બોલાવેલી બંધ બારણાં ની ચર્ચામાં પણ ભારતે આ મુદ્દો પોતાનો અંગત મુદ્દો હોવાનો જણાવી તેનું સફળ વિરોધ કરીને ચીન જેવા પાકિસ્તાની પિઠુઓને પછડાટ આપી હતી. ભારતે કાબેલ રણનિધિ અને રાજકીય વ્યહુથી અમેરિકાની સાથે ફ્રાન્સ અને રશિયા જેવા યુનોના કાયમી સામેને પોતાના સમર્થન છે.
યુનોામાં લઇ જવાની ચીનની મેલી મુરાદ પુરી થવા દીધી ન હતી. ચીનની ભારત વિરોધી ગતિવિધિઓની પૈરવી બંધ બારણે નહિ પણ કમેરા અને માઘ્યમોની સમક્ષ જગજાહેર કરી દેવામાં ભારતને સફળતા મળી હતી.ભારતે અનેક મુદ્દે ચીન અને પાકિસ્તાનને પછડાટ આપી હતી. ઇન્ડોનેશિયાના મુદ્દે ભારતે પોતાની રાજઘ્વારી શકિતનો વિશ્ર્વને પરિચય કરાવ્યો હતો. ચીન વારંવાર કાશ્મીરના મુદ્દે યુનોમાં ચર્ચા કરવાની પૈરવી કરતું રહ્યું હતું.પરંતુ ભારતે તેની સામે ગોઠવેલી વ્યુહરચનામાં પાકિસ્તાન અને ચીન વારંવાર અસફળ રહ્યું છે અને ચીનને તેનો પ્રસ્તાવ પાછુ ખેંચવા મુજબુર થવું પડયું હતું.
૨૦૧૯ ના વર્ષમાં પાકિસ્તાન યુનોમાં ભારત વિરોધી માહોલ ઉભુ કરવા સતત ધમપછાડા કરતું રહ્યું હતું. આખા વરસ દરમિયાન પાકિસ્તાને ભારત સામે રાજદ્વારી પગલા લેવા માટે ૧૪ જેટાલ પત્રો લખ્યા હતા.પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કામ કરતાં ભારતીય નાગરીકોને આતંકવાદી જાહેર કરવાના ધમપછાડા કર્યા હતા પરંતુ દરેક તબકકે અને દરેક પ્રયાસોમાં પાકિસ્તાનની તમામ ચાલ ભારતની મુસદ્દીગીરી સામે નિષ્ફળ નિવડી છે. ૨૦૧૯નો વર્ષ યુનોમાં ભારતની સફળતાનો વર્ષ બની રહ્યું છે.