-
માત્ર અમુક શહેરોની સ્થિતિ જ વિશ્વ સામે મૂકી ડહોળ ઉભો કરે છે, અંદરખાને નાગરિકો તમામ રીતે પીડાય છે
ચીન માત્ર વિશ્વમાં પોતાની ઝાકમઝોળ કરવામાં જ લાગ્યું છે. અંદરખાને તેની સ્થિતિ દયનિય છે. ચીન પોતાના નાગરિકો માટે પૈસા ખર્ચવાને બદલે બીજા દેશોને લોન આપી તેઓને ગુલામ બનાવવાના ભરપૂર પ્રયાસો કરે છે.
પોતાની સફળતાની કહાનીઓ દુનિયા સમક્ષ મુકવા માટે આતુર ચીનની સરકાર જ્યારે દેશની ગરીબીની વાત આવે છે તો દુનિયાને તેની જાણ ના થાય તે માટે ઢાંકપિછોડો કરી રહી છે. અમેરિકન અખબારના અહેવાલ પ્રમાણે ચીનની એક ઘરડી મહિલાનો વિડિયો વાયરલ થયો છે. જેના થકી તે કહી રહી છે કે, 100 યુઆનમાં શું સામાન ખરીદાશે? મારી મહિનાની આવક માત્ર 100 યુઆન છે. જે મને પેન્શન થકી મળે છે. ચીનની સરકારે વાયરલ થવા માંડેલો વિડિયો હટાવી દીધો છે.
અન્ય એક કિસ્સામાં ચીનના એક ગાયકે પોતાના ગીત થકી ચીનની ગરીબીનો ઉલ્લેખ કર્યો હતો. જેના શબ્દો હતા કે મારુ ખિસ્સુ મારા ચહેરા કરતા વધારે સાફ છે.એ પછી સોશિયલ મીડિયા પરથી સરકારે તેનુ એકાઉન્ટ બ્લોક કરાવી દીધુ છે.
ચીનમાં ગયા વર્ષે પણ કોરોનાકાળ દરમિયાન એક મજૂર ચર્ચાનુ કેન્દ્ર બન્યો હતો. તે પોતાના પરિવારનુ ભરણ પોષણ કરવા માટે આકરી મહેનત કરતો નજરે પડ્યો હતો. જોકે જીનપિંગની સરકારને તેને મળી રહેલી પ્રસિધ્ધિ પસંદ આવી નહોતી. તેના ઘરની બહાર સિક્યુરિટી મુકી દેવામાં આવી હતી. જેથી કોઈ મીડિયાનો પત્રકાર તેને મળી ના શકે. સરકારને ડર હતો કે જો કોઈ પત્રકાર આ શ્રમિકને મળશે તો ચીનની પોલ ખુલી જશે.
ગરીબી ઢાંકવાનો પ્રયાસ કરતુ ચીન એવો પણ દાવો કરી રહ્યુ છે કે ,ચાલીસ વર્ષોમાં ચીનના 80 કરોડ લોકો ગરીબીની બહાર આવ્યા છે. 2021માં ચીને દેશમાંથી ગરીબી સંપૂર્ણપણે નાબૂદ થઈ હોવાનો દાવો કરીને ઉજવણી પણ કરી હતી.