ચીન અને બાંગ્લાદેશની સેના આગામી મહિને મેની શરૂઆતમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ હાથ ધરશે.  આ માટે ચીની સેનાની ટુકડી બાંગ્લાદેશ પહોંચશે. જો કે ચીન ભારતના એક પછી એક પાડોશીઓને પોતાની તરફ ખેંચી રહી છે. અગાઉ પાકિસ્તાન, શ્રીંલંકા, મ્યાનમાર, ભૂટાન અને હવે બાંગ્લાદેશ સાથે સંબંધો મજબૂત બનાવી પોતાના પક્ષમાં સામેલ કરવા ઈચ્છે છે.

આ સંયુક્ત કવાયતને ’ગોલ્ડન ફ્રેન્ડશિપ-2024’ નામ આપવામાં આવ્યું છે.  આ સંયુક્ત તાલીમ દરમિયાન, બંને દેશો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા અભિયાનના આતંકવાદ વિરોધી ઓપરેશન પર આધારિત તાલીમ મોડલ અપનાવશે.

પાકિસ્તાન કોઈપણ દેશ સાથે મિત્રતાની સૌથી વધુ વાત કરે છે, એટલે કે ચીન.  જ્યારે પાકિસ્તાન હંમેશા બાંગ્લાદેશથી ભાગતું રહ્યું છે.  પાકિસ્તાનને લાગતું રહ્યું છે કે બાંગ્લાદેશનું કોઈ મહત્વ નથી અને અમે ઘણા શક્તિશાળી છીએ.  બાંગ્લાદેશ આ બાબતોને નકારી રહ્યું છે અને આજે તે પડોશી દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે.  બાંગ્લાદેશ પ્રથમ વખત ચીન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે.  ચીને બાંગ્લાદેશમાં જંગી રોકાણ કર્યું છે અને બંને દેશો વચ્ચેના સંબંધો અલગ સ્તરે જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

પાકિસ્તાનની હાલત બધાની સામે આવી ગઈ છે.  પરંતુ બાંગ્લાદેશ જેવા દેશો ચુપચાપ રોકાણ મેળવી રહ્યા છે અને વિશ્વના અન્ય દેશોનું ધ્યાન પણ ખેંચી રહ્યા છે. જે રીતે બાંગ્લાદેશમાં ચીનની દખલગીરી વધી છે, ભારતની ચિંતા પણ ક્યાંક ને ક્યાંક વધશે.  ચીનના વધતા પ્રભાવથી ભારત ચિંતિત છે.  પાકિસ્તાન અને માલદીવમાં ચીનનો પ્રભાવ છે અને હવે બાંગ્લાદેશમાં પણ તે વધશે તો ભારત તેનાથી ખુશ નહીં થાય. ચીનની ચાલબાઝી ભારત બરાબર રીતે ઓળખે છે એટલા માટે જ ભારત સતર્ક થઈ ગયું છે.

ચીને બાંગ્લાદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં લગભગ 25 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કર્યું છે, જે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં પાકિસ્તાન પછી સૌથી વધુ છે.  ચીને બાંગ્લાદેશ સાથે સંરક્ષણ સંબંધો વધારવા માટે લડાયક ટેન્ક, મિસાઈલ બોટ સહિત ઘણા સૈન્ય ઉપકરણોની સપ્લાય કરી છે.  આ પહેલા ચીને બાંગ્લાદેશ નેવીને બે સબમરીન પણ આપી છે.

ઉલ્લેખનીય છે કે ચીન અત્યારે મહાસતા બનવા માટે આર્થિક અને સંરક્ષણ મોરચે વધુમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સામે ભારત પણ આર્થિક મોરચે ચીનને પાછળ છોડી રહ્યું છે. ભારતે વસ્તીમાં ચીનને પાછળ છોડ્યા બાદ હવે ભારત વસ્તી અર્થતંત્રને વધુમાં વધુ ફાયદો કરાવે તે દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતની આર્થિક ક્ષેત્રે સતત આગેકૂચને ધ્યાનને લઈ ચીન સતત શોર્ટકટ અપનાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.