ચીને તિબેટ સરહદ નજીક વિશ્વના સૌથી ઉંચા રડાર સ્ટેશન પર 5G સિગ્નલ બેઝ ઓપન કર્યું છે. ચીને ગુનબાલા રડાર સ્ટેશન પર ઇન્ટરનેટ સેવા શરૂ કરી છે. આ સમાચાર ભારત માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આ રડાર ભારત-ભૂતાન સરહદ પર તિબેટના નાગરજે કાઉન્ટી વિસ્તારમાં સ્થિત છે.
ચીન સૈન્યની ઓફિશ્યિલ વેબસાઇટ પર મળતી માહિતી અનુસાર, આ ટાવરની ઉંચાઇ દરિયાઈ સપાટીથી 5374 મીટર છે, અને તે વિશ્વનું સૌથી ઉંચુ સ્વયંમ સંચાલિત રડાર સ્ટેશન છે. ચીને તેના સૈનિકોને 5G સેવા પૂરી પાડવા માટે ગયા વર્ષે ગુનબાલામાં ખાનગી ક્ષેત્રના સહયોગથી આ સ્ટેશનનું કામ શરૂ કર્યું હતું.
આ સેવા શરૂ કરવા પાછળ ચીનનો મુખ્ય ઉદેશ્ય છે કે, “5G ઈન્ટરનેટ સેવા આપ્યા પછી, સૈનિકો એની ફરજ બજાવતા સાથે એના પરિવાર, અને સમાજ સાથે જોડાયેલા રહશે.આ સાથે સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા સૈનિકોની ઈન્ટરનેટ મારફતે સારી તાલીમ આપી શકાશે.”