ભારતીય રાજદૂત હોંગકોંગ હતા ત્યારે તેમને બિજિંગ આવી જવા કહેણ મોકલવામાં આવ્યું હતું
ડોકલામ વિવાદ ઉકેલવા માટે ભારત-ચીનના અધિકારીઓ વચ્ચે રાતે બે વાગ્યે મીટિંગ થઈ હતી. તારીખ ૨૭મી ઓગસ્ટે ભારતીય રાજદૂતને કહેણ મોકલવામાં આવ્યુ હતું કે તમે બને તેટલા જલ્દી રાજધાની બિજિંગ આવી જાય ડોકલામ મુદે વાત કરવી છે.
જયારે ભારતીય રાજદૂત વિજય ગોખલેને સંદેશ મળ્યો ત્યારે તેઓ હોંગકોંગમાં હતા. તેઓ શકય તેટલું જલ્દી બિજિંગ પહોંચ્યા ત્યારે રાતે ૨ વાગ્યે જ ડોકલામ વિવાદ ઉકેલવા મિટિંગ કરાઈ હતી. ભારતમાં વહેલી સવારને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. રાતે ૨ વાગ્યે એટલે મધરાત અને વહેલી સવારનો સમય કહી શકાય.
ચીનના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે ભારતીય એમ્બેસેડર વિજય ગોખલેએ મીટીંગ કરી હતી અને ત્યારબાદ બંને દેશ ડોકલામ વિવાદ મામલે કોઈ એક નતીજા પર પહોંચ્યા હતા. રાતોરાત ડોકલામ વિવાદ ઉકેલવાની ચીનને શું કામ જ‚ર પડી તેની પાછળ એકથી વધુ કારણો છે. કેમ કે બ્રિકસ દેશોની બેઠકના પડઘમ વાગતા હતા અને રશિયા સહિતના સભ્ય દેશો ચીન માથે માછલા ન ધુએ એટલા સારું જ ચીનને ડોકલામ મુદે ભારત સાથે વાતચીત કરીને કંઈક વચ્ચેનો રસ્તો કાઢવાની ઉતાવળ હતી. આ સિવાય અન્ય રાજનૈતિક કારણો પણ ખરા ચીનની આંતરીક રાજનીતિનું પણ મંતવ્ય હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી મજબુત બની રહી છે ત્યારે પંગા લેવા પોષાય નહીં. આમ, ચીન પ્રેશરમાં આવી ગયું હતું. આથી અડધી રાતે ૨ વાગ્યાની મીટીંગ ચીન-ભારત મંત્રણાની નીમિત બની અને ડોકલામ વિવાદ ઉકેલાઈ ગયો.