કોરોના મહામારીનો સામનો અત્યારે વિશ્વ માટે એક મોટો પડકાર છે. આ સંક્ર્મણને રોકવા માટે વિશ્વના બધા દેશો પોત-પોતાની રીતે ઉપાયો શોધી રહ્યા છે. ચીની કંપની સિનોફોર્મએ ‘સિનોવેક’ નામની રસી વિકસાવી છે, પણ તે કોરોના સંક્ર્મણનો સામનો કરી શકે તેમ નથી. ચીનના રોગ નિયંત્રણના નિષ્ણાતોએ સ્વીકાર્યું છે કે, “આ રસી અસરકારક નથી, હજુ એમાં વધુ સંશોધન કરવાની જરૂર છે. કંપની આ રસીને વધુ અસરકારક બનાવ માટે બીજી અન્ય દવાઓના મિશ્રણ કરી નવું સંશોધન કરે છે.

ચીની વેક્સીન પર વિશ્વાસ નથી

કોરોના મહામારીને ફેલાવામાં વિશ્વ આખું ચીનને જવાબદાર માને છે. આ ચેપથી બચવા માટે બીજા અન્ય દેશોએ રસીઓ શોધી છે, અને તે અસરકારક નીવડી છે. આ મામલે ચીન હજુ સુધી પાછળ છે. ચીનની પોતાની રસી તો ખાસ કાર્ય કરી રહી નથી. જયારે ભારત આ બાબતે વિશ્વમાં અગ્રેસર છે. દેશમાં બનતી રસી કોરોના સંક્રમણ સામે રક્ષણ આપે છે. આ રસીની માંગ વિશ્વના બીજા દેશોમાં પણ છે. વિશ્વના બીજા દેશો ચીની રસી લેવા કરતા ભારત પાસેથી લેવાનું વધુ પસંદ કરે છે.

કોરોના ચેપનું નિયંત્રણ અને નિવારણ માટે ચીનના ટોચના કેન્દ્રોના ડિરેક્ટર ગાઓ ફુએ કહ્યું કે, “આપણે અલગ અલગ રસીઓનો ઉપયોગ કરવો કે નહીં તે અંગે અમે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છીએ. ખરેખર, સિનોફોર્મ કંપનીની સિનોવાક રસી ફાઇઝર અને મોડર્નાની તુલનામાં કોઈ અસર દેખાડી રહી નથી. અમેરિકન કંપની ફાઇઝર અને મોડર્નાની રસી ક્લિનિકલ ટ્રાયલમાં 90% અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.” ગાઓના આ નિવેદનથી અન્ય દેશો પણ ચિંતિત છે. કારણ કે ચીને લાખો રસી અન્ય દેશોમાં મોકલી છે. જો કે, મોટાભાગના દેશો હજુ પણ ચીનની રસી ઉપર વિશ્વાસ નથી કરતા. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર સિનોફર્મ દ્વારા બનાવવામાં આવેલી રસી મેક્સિકો, તુર્કી, ઇન્ડોનેશિયા, હંગેરી, બ્રાઝિલ સહિતના ઘણા દેશોમાં મોકલવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.