ચીનની રાજધાની બેઇઝીંગમાં દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ બની રહ્યું છે. ૨૦૧૯થી તેનું ટ્રાયલ શરુ કરવામાં આવશે. બેઇઝીંગ મ્યુનિસિપલ ઓફિસ પ્રમાણે તેનું એન્જીનિયરીંગ પ્રોજેક્ટ જુલાઇ-૨૦૧૯ સુધીમાં પૂર્ણ થઇ જશે. આ એરપોર્ટ દક્ષિણી દાક્સિગંમાં ૪૬ કિલો મિટરની સીમાં સુધી આવેલું છે. ડિસ્ટ્રીક્ટ ગર્વમેન્ટના હેડ વૈંગ યૂગ્યોએ જણાવ્યું હતું કે ડેક્સિગં જિલ્લા હવાઇ મથકના નિર્માણ આર્થિક ક્ષેત્રને પણ પ્રાથમિકતા આપશે. આ એરપોર્ટ કોઇ સ્પેસ ક્રાફ્ટથી કમ નહીં હોય. જેમાં ૬ ગલી, ગાર્ડન, લેંડસ્કેપ અને ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અલગ-અલગ ટર્મીનલ રહેશે આ એરપોર્ટથી દસ કરોડ યાત્રીઓ સફર કરી શકશે. જો કે શહેરને હજુ એરપોર્ટ સાથે જોડવા માટે હાઇવે પણ બનાવવામાં આવી રહ્યો છે.
એરપોર્ટની નવી ડિઝાઇન મુજબ અહીં ચાર રન-વે બનશે. જ્યાં દર વર્ષે ૬ લાખ, ૨૦ હજાર ફ્લાઇટ્સ આવશે. જો કે થોડા સમય પહેલા જ ચીનમાં સૌ પ્રથમ સોલાર હાઇ-વે બનાવવામાં આવ્યો હતો ત્યારે હવે ચીન સૌ-પ્રથમ સૌથી વિશાળ એરપોર્ટ બનાવી વિશ્ર્વભરમાં ડંકો વગાડશે.