કોરોનાની વૈશ્ર્વિક મહામારી સામે ભારતની મજબૂત લડાઈથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ડ્રેગને વધુ એક તઘલખી નિર્ણય લઈ વિશ્ર્વ આખાનું ધ્યાન ખેંચ્યું છે. ચીને ભારત સહિત વિશ્ર્વના 20 દેશો માટે એક લીસ્ટ જારી કરી દાદાગીરી દાખવી છે કે ચીનમાં પ્રવેશવું હશે તો અમારી ચાઈનીઝ રસીલેવી જ પડશે. રસીની ‘રસ્સાખેંચ’માં પોતાની રસી ભારતીય રસીની સામે ન ટકતા ચીને આ અનોખો નિર્ણય કરી પોતાની રસીનું ‘માર્કેટિંગ’ શરૂ કર્યું છે.
ચીનનો આ નિર્ણય ભારતના હજારો વિદ્યાર્થી અને ત્યાં વસવાટ કરતા કામદારો તેમજ તેમના પરિવાર પર અસર કરશે. હાલ ભારતમાં રહેલા લોકો ચીન જવા માટે સરકાર પાસેથી અનુમતિની રાહ જોઈ રહ્યા છે. નવી દિલ્હીમાં સ્થિત ચીની દુતાવાસે કહ્યું છે કે, વિભિન્ન દેશોના લોકોની યાત્રાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે.
જે યાત્રીઓ કોવિડ 19ની ચીનની રસી લેશે તેમને સર્ટિફીકેટ અપાશે અને હવે, આવા જ લોકોને વિઝા મળશે જોકે, ભારતમાં ચીનના આ નિર્ણયને લઈ હજુ અસ્પષ્ટતા છે.કારણ કે ભારતમાં તો ચીનની કોઈપણ રસી ઉપલબ્ધ છે જ નહીં તો અહીથી ચીન જતા યાત્રીઓ કઈરીતે ડોઝ લેશે?? આ તઘલખીનિર્ણય ને કારણે ચીન સોશયલ મીડીયાપર પણ ટ્રોલ થઈરહ્યું છે.