અગર આ ઇકોનોમિક કોરિડોરમાં ભારત જોડાય છે તો પ્રોજેકટને નવું નામ આપવા પણ બિજિંગની તૈયારી
ચીન- પાક. ઇનોનોમિક કોરિડોરમાં ભારતને જોડાવા બિજિંગે આહવાન આપ્યું છે. તો સીપેક (સી.ઇ.પી.સી) ના બદલે આ પ્રોજેકટને નવું નામ ‘ઓબોર’ (ઓબીઓઆર) એટલે કે ‘વન બેલ્ટ વન રોડ’ આપવા પણ બિજિંગે તૈયારી દર્શાવી છે.
ચીનના વિદેશ મંત્રાલયે ભારત સ્થિત તેના રાજદૂતના એક પત્રનો અધિકૃત રીતે પ્રત્યુતર આપ્યો હતો. જેમાં લખ્યું છે કે ચીન- પાક. ઇકોનોમિક કોરિડોરમાં અગર ચાહે તો ભારતનું વેલકમ છે.
દેશની રાજધાની નવી દિલ્હી ખાતે તાજેતરમાં ચીની રાજદૂતે આપેલા એક વકતવ્ય દરમિયાન જણાવ્યું હતું કે ચીન અને પાક. વચ્ચેના ઇકોનોમિક કોરિડોરમાં અગર ભારત જોડાય છે તો બિજિંગ (ચીનની રાજધાની અને સરકારનું વડું મથક છે તે) પ્રોજેકટનું નામ ‘સીપેક’ થી બદલીને ‘ઓબોટ’ રાખવા તૈયાર છે. મતલબ કે ચીન ભારત સાથે વેપાર કરે તો તેમાં જમ્મુ અને કાશ્મીર તેમજ નથુ લા પાસ અગર નેથાલનો ઉપયોગ છૂટથી કરી શકે.
જો કે ચીનની આ દરખાસ્તનો ભારતે હજુ સુધી કોઇ જ પ્રત્યુત્તર આવ્યો નથી. કેમ કે ચીનના રોકાણકારો નેપાલ અને મ્યામારમાં જબરુ રોકાણ કરીને ભારત પર પ્રોજેકટમાં જોડાવા દબાણ કરી રહ્યા છે.